કોલકાત્તા પોલીસે 4 લોકોની કરી ધરપકડ, IS આતંકી હોવાનો દાવો

નવી દિલ્હી- પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા રાજકીય તણાવ અને હિંસાની વચ્ચે ત્યાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં કોલકાત્તાથી ચાર સંદિગ્ધ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એમાંથી ત્રણ મુળ બાંગ્લાદેશના છે અને એક ભારતીય છે. કોલકાત્તા STFનો દાવો છે કે, ધરપકડ કરાયેલા ચારેય સંદિગ્ધોનો સંબંધ ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે છે. સાથે આ તમામ શંકાસ્પદો બાંગ્લાદેશના જમાત-ઉદ-દાવા સાથે સંબંધ રાખે છે.

કોલકાત્તા પોલીસની સ્પેશિઅલ ટાસ્ક ફોર્સે સીલદા રેલવે સ્ટેશન પાર્કિંગ પાસેથી ધરપકડ કરી છે. તેમની પાસેથી એક ફોન પણ મળી આવ્યો છે, જેમાં અનેક ફોટો, વીડિયો, જેહાદી ટેક્સટ,જેહાદ સાથે જોડાયેલા પુસ્તકો પણ મળી. મોહમ્મદ જિયાઉર રહેમાન, મમૂર રાશિદ જે બાંગ્લાદેશનો નાગરિક છે.

ધરપકડ કરાયેલા લોકોની જાણકારી….

મોહમ્મદ જિયાઉર રહેમાન ઉર્ફે મોહસિન ઉર્ફે જાહિર અબ્બાસ (નવાબગંજ, બાંગ્લાદેશ)

મોમુનર રાશિદ 33 વર્ષ (રંગપુર, બાંગ્લાદેશ)

આ ઉપરાંત તેમના બે સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમને હાવડા રેલવે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસે ઈસ્લામિક લિટરેચર પણ હતો.

હાવડાથી ધરપકડ કરાયેલા લોકોની જાણકારી….

મોહમ્મદ સહીન આલમ ઉર્ફે અલામિન (રાજસહી, બાંગ્લાદેશ)

રોબિઉલ ઈસ્લામ (બિરભૂમ, પશ્ચિમ બંગાળ)

ધરપકડ કરાયેલા ત્રણેય બાંગ્લાદેશીઓએ ભારતમાં રહેતા હતા અને અહીંથી તેમના સંગઠનને આગળ વધારી રહ્યાં હતાં. જે ભારતીય નાગરિકની ધરપકડ કરવામાં આવી છે તે આ લોકોની યોજનાઓને સફળ કરી રહ્યો હતો. આ માટે તે સતત સોશિઅલ મીડિયા પર તેમનો એજન્ડા ફેલાવી રહ્યો હતો, જે હેઠળ ડિજિટલ ડોક્યૂમેન્ટ્સ, વીડિયો અને ઓડિયો વાયરલ થઈ ગયા હતાં. મહત્વનું છે કે, આ પહેલા પણ બંગાળમાં આ પ્રકારના અનેક મામલાઓ સામે આવ્યા છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]