ઉધ્ધવ ઠાકરેની સરકારનો કોમન મિનીમમ પ્રોગ્રામ શું હશે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેમા નેતૃત્વમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન જેને મહા વિકાસ અઘાડી શપથ ગ્રહણ નામ આપવામાં આવ્યું હતું. આ ગઠબંધનના પાંચ વર્ષમાં શું કરવાનું છે તેના માટે મિનિમમ શેરિંગ પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમની શરુઆતમાં જ કહેવામાં આવ્યું છે કે આ ગઠબંધન સંવિધાનમાં વર્ણવવામાં આવેલા ધર્મનિરપેક્ષ મૂલ્યોને લઈને પ્રતિબદ્ધ છે. આમાં ખેડુતોને લઈને કેટલીય જાહેરાત કરવામાં આવી છે. આને ગુરુવારની સાંજે ત્રણેય પાર્ટીઓએ જાહેર કર્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રેસ કોન્ફરન્સમાં શિવસેનાના એકનાથ શિંદેએ કહ્યું કે સરકાર તમામ ધર્મોને એકસાથે લઈને ચાલશે અને રાજ્યને વિકાસના પથ પર લાવશે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી ગઠબંધન સરકાર દેશ સૌથી પહેલાના નારા પર આગળ વધશે. સાથે જ એ વાત પર ધ્યાન રાખવામાં આવશે કે સમાજનો કોઈપણ વર્ગ ભયમાં ન રહે. તેમણે કહ્યું કે નાનાર રિફાઈનરી પ્રોજેક્ટ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે. ગઠબંધનની પ્રાથમિકતા ખેડૂતો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સરકાર ખેડુતો માટે સર્વશ્રેષ્ઠ કામ કરશે. આ એક મજબૂત સરકાર હશે. તેમણે જણાવ્યું કે આ મિનિમમ શેરિંગ પ્રોગ્રામ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપી પ્રમુખ શરદ પવાર અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના હસ્તાક્ષર છે. પ્રેસ કોન્ફરન્સ પર જ્યારે શિવસેનાના નેતાને હિંદુત્વ અને સાવરકર પર પ્રશ્ન કરવામાં આવ્યો તો એકનાથ શિંદેએ કહ્યું કે જે આ મિનિમમ શેરિંગ પ્રોગ્રામનો ભાગ નથી તે મામલે સવાલો ન પૂછશો. આવું કહીને તેમણે હિંદુત્વ સાથે જોડાયેલા પ્રશ્નને ટાળી દીધો.

ખેડુત

 • વરસાદ અને પૂરની સમસ્યાથી હેરાન ખેડુતોને તાત્કાલીક રાહત અપાશે.
 • ખેડુતોની લોનને તાત્કાલીક માફ કરવામાં આવશે.
 • જે ખેડુતોનો પાક બરબાદ થઈ ગયો છે, તે ખેડુતોને પાક વિમા યોજનાનું પુનઃનિરીક્ષણ કરી લાભ આપવામાં આવશે.
 • ખેડુતોને પાકના ઉત્પાદન પર યોગ્ય મૂલ્ય અપાવવામાં આવશે.
 • ખેડૂતોને દુષ્કાળથી રાહત અપાવવા માટે સતત પાણીનો સપ્લાય આપવાની વ્યવસ્થા કરાશે.

બેરોજગારી

 • રાજ્યમાં ખાલી પડેલા પદોને ભરવામાં આવશે.
 • બેરોજગાર યુવાનોને શિષ્યવૃત્તિ અપાશે.
 • નોકરીમાં 80 ટકા સ્થાનિક યુવાનોને આરક્ષણ આપવામાં આવશે. આના માટે કાયદામાં બદલાવ કરવામાં આવશે.

મહિલા

 • સરકારની પ્રાથમિકતામાં મહિલાઓની સુરક્ષા સૌથી પહેલી છે.
 • સમાજના ગરીબ વર્ગની મહિલાઓને મફત શિક્ષણ અપાશે.
 • શહેરો અને જિલ્લા મુખ્યાલયોમાં કામ કરનારી મહિલાઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
 • આંગણવાડી સેવિકા/આશા વર્કરની સુવિધાઓને વધારવામાં આવશે.
 • મહિલા સશક્તિકરણ માટે મહિલાઓની મદદ કરનારા સમૂહોને વધારે મજબૂત કરવામાં આવશે.

શિક્ષણ

 • રાજ્યમાં શિક્ષણના સ્તરને વધારવા માટે તમામ પ્રયાસો કરાશે.
 • કમજોર વર્ગના બાળકો અને મજૂરોના બાળકોને શૂન્ય ટકા વ્યાજ પર લોન પ્રાપ્ત કરાવવામાં આવશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]