દશકનું અંતિમ સૂર્યગ્રહણ પૂર્ણ, ગ્રહણ બાદ લોકોએ કર્યું પવિત્ર સ્નાન

નવી દિલ્હીઃ દેશના કેટલાય ભાગોમાં આજે સૂર્યગ્રહણ જોવા મળ્યું. ઓડિશા, કેરળ, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું. આ સૂર્યગ્રહણ આ દશકનું અંતિમ સૂર્યગ્રહણ હતું. વર્ષ 2019 નું આ અંતિમ સૂર્ય ગ્રહણ આજે પૂરું થઈ ચૂક્યું છે. દેશના અલગ-અલગ ભાગોમાં સૂર્ય ગ્રહણ જોવા મળ્યું. સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યે અને 17 મીનિટથી શરુ થઈને 10 વાગે અને 57 મીનિટ સુધી ચાલ્યું. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે અને આ સૂર્ય ગ્રહણ પોષની અમાવસ્યા પર સર્જાયું હતું. કેરળ, ગુજરાત, ઓડિશા સહિત દેશના ઘણા શહેરોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે સવારે આશરે 10 વાગ્યે અને 57 મીનિટ પર ખતમ થઈ ગયું. સૂર્યગ્રહણ બાદ સ્નાન માટે દેશની ઘણી નદીઓના તટ પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. ગ્રહણનો સૂતક કાળ ખતમ થયા બાદ મંદિરોમાં શુદ્ધિકરણ પણ કરવામાં આવ્યું. માનવામાં આવી રહ્યું છે કે, ગ્રહણકાળ વીતી ગયા બાદ નદી અથવા સરોવર સ્નાન કર્યા બાદ દાન કરવું મહત્વપૂર્ણ હોય છે.

સૂર્યગ્રહણ બાદ વારાણસી, પ્રયાગરાજ, હરિદ્વાર સહિત આખા દેશમાં નદીઓના કીનારા પર લોકોની ભારે ભીડ જોવા મળી. પ્રયાગરાજમાં સૂર્યગ્રહણ ખતમ થતા જ લોકો સંગમ તટ પર પહોંચ્યા. અહીંયા લોકોએ ગંગા સ્નાન કર્યું અને પછી દાન કર્યું. સંગમ તટ પર સ્નાન કરવા માટે આજે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. ભયંકર ઠંડી છતા સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. વારાણસીમાં સૂર્યગ્રહણ બાદ ઘાટ પર લોકો સ્નાન કરવા માટે આવી પહોંચ્યા હતા.

દેશની રાજધાની દિલ્હીમાં આ સૂર્યગ્રહણ સવારે 8 વાગ્યે અને 17 મીનિટે શરુ થઈને 10 વાગ્યે અને 57 મીનિટ સુધી જોવા મળ્યું. ઉત્તર ભારતમાં આ સૂર્ય ગ્રહણ પૂર્ણ નહોતું, જ્યારે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ એટલે કે કુંડલાકાર સૂર્ય ગ્રહણ જોવા મળ્યું. દુબઈમાં પણ આ સૂર્યગ્રહણ જોવા મળ્યું. દુબઈ અને અબૂધાબીમાં સૂર્યગ્રહણ પર, રિંગ ઓફ ફાયરનો અદભૂત નજારો જોવા મળ્યો, આ દરમિયાન સૂર્ય રિંગ ઓફ ફાયરની જેમ દેખાયો.

અમદાવાદમાં સૂર્યગ્રહણનો સૌથી વધારે પ્રભાવ જોવા મળ્યો. અહીંયા સૌથી વધારે પ્રભાવી સૂર્યગ્રહણ જોવા મળ્યું છે. કેરળમાં પણ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. સૂર્યગ્રહણ એક પ્રાકૃતિક ખગોળીય ઘટના છે જેમાં સૂર્ય અને પૃથ્વીની મધ્યમાં ચંદ્ર આવી જાય છે. દક્ષિણ ભારત આ યાદગાર ખગોળીય ઘટના મામલે ભાગ્યશાળી રહ્યું, કારણ કે અહીંયા લોકો પૂર્ણ સૂર્યગ્રહણ જોઈ શક્યા. અહીંયા તમિલનાડુ, કર્ણાટક, અને કેરળના ઘણા ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળ્યું.