કઠુઆ ગેંગરેપ અને હત્યાનો મામલો: 6 આરોપી દોષી, 1 નિર્દોષ

પઠાણકોટ- જમ્મૂ કશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરવાના મામલે આજે પઠાણકોટની વિશેષ કોર્ટે ચૂકાદો આપ્યો છે. કોર્ટે 7 માંથી 6 આરોપીઓને દોષી જાહેર કર્યા છે. જ્યારે મુખ્ય આરોપી સાંઝીરામના પુત્ર વિશાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.  6 આરોપીઓમાં સાંઝીરામ, દીપક ખજૂરિયા, આનંદ દત્તા, તિલક રાજ, સુરેન્દ્ર અને પ્રવેશનો સમાવેશ થાય છે.

આ મામલે દોષી ગણાવવામાં આવેલા 6 આરોપીઓમાંથી 4 પોલીસ કર્મચારીઓ છે. સાંઝીરામ ગામના મુખીયા હતા. દીપક ખજૂરિયા સ્પેશિયલ પોલીસ અધિકારી હતા. તિલક રાજ હેડ કોન્સ્ટેબલ છે અને આનંદ દત્તા એસઆઇ છે.

15 પેજની ચાર્જશીટ અનુસાર ગત વર્ષ 10 જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવેલી 8 વર્ષની બાળકીને કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને તેને ચાર દિવસ બેભાન રાખવામાં આવી હતી ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી પંજાબના પઠાનકોટમાં જિલ્લા અને સત્ર કોર્ટમાં ગત વર્ષના જૂનના પહેલા અઠવાડીયામાં શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાને જમ્મૂ કશ્મીરથી બહાર મોકલવાનો આદેશ કર્યો હતો. ત્યારબાદ જમ્મૂથી લગભગ 100 કિલોમીટર અને કઠુઆથી 30 કિલોમીટર દુર પઠાનકોટની કોર્ટમાં આ મામલે મોકલવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટનો આદેશ ત્યારે આવ્યો જ્યારે કઠુઆમાં વકીલોએ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને આ સનસનાટીભર્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરવાથી રોક્યા હતા. આ મામલે પ્રોઝક્ટિંગ પાર્ટીમાં જે.કે. ચોપડા, એસ એસ બસરા અને હરમિંદર સિંહ સામેલ હતા. ક્રાઇમ બ્રાંચે આ મામલે ગ્રામ્ય પ્રધાન સાંજી રામ, તેમના પુત્ર વિશાલ, ભત્રીજા કિશોર તથા તેમના મિત્ર આનંદ દત્તાની ધરપકડ કરી હતી. આ મામલે બે વિશેષ પોલીસ અધિકારીઓ દીપક ખજૂરિયા અને સુરેન્દ્ર વર્માની પણ ધરપકડ કરવામાં આવ્યા છે.

સાંઝી રામને ચાર લાખ રૂપિયા લેવા અને મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ કરવાના મામલે અને હેડ કોંસ્ટેબલ તિલક રાજ તેમજ એસઆઇ આનંદ દત્તાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જિલ્લા અને સત્ર જજે 8 આરોપીઓમાંથી 7ની સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધાયો છે. કિશોર આરોપીની સામે કેસ હજુ શરૂ થયો નથી અને તેમની ઉંમર સંબંધીત અરજી પર જમ્મૂ કશ્મીર હાઇકોર્ટ સુનાણવી કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]