કર્ણાટકઃ સરકાર રચવાનો દાવો રજૂ કરતાં કોંગ્રેસ અને જેડીએસ

બેંગાલુરુ– કર્ણાટકમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, આ સંજોગોમાં સરકાર રચાવા માટેનું સસ્પેન્સ ચાલુ રહ્યું છે. સવારે ભાજપના યેદિયુરપ્પા રાજ્યપાલને મળીને સરકાર રચવા માટે દાવો રજૂ કરી ચૂક્યાં છે. સાંજે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર(જેડીએસ)ના નેતાઓ રાજભવનમાં જઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, અને કુમારસ્વામીએ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કર્યો છે. અને જાણકાર સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કુમારસ્વામીએ 117 ધારાસભ્યોનો ટેકો હોવાની યાદી સુપરત કરી છે.મુલાકાત પછી કુમારસ્વામીએ કહ્યું હતું કે તેમણે પોતાના ધારાસભ્યોનો ટેકો હોવાની ચીઠ્ઠી રાજ્યપાલને સોંપી દીધી છે. રાજ્યપાલે તેમને આશ્વાસન આપ્યું  છે કે તેઓ બંધારણ મુજબ વિચાર કરીને નિર્ણય લેશે. 113 ધારાસભ્યોની પરેડ સાથે રાજભવન પહોંચ્યા હતા, પણ રાજ્યપાલે પરેડ કરવાની ના પાડી હતી, અન રાજભવનમાં માત્ર 10 ધારાસભ્યોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસ અને જેડીએસ પોતાના ધારાસભ્યોને લઈને સીધી રીસોર્ટ પર લઈ ગયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]