કર્ણાટક પેટા ચૂંટણી પરિણામ: બેલ્લારીમાં કોંગ્રેસ આગળ, BJPને ઝાટકો

બેંગલુરુ- કર્ણાટકમાં ત્રણ લોકસભા અને બે વિધાનસભા સીટ પર થયેલી પેટા ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યાં છે. મંગળવારે સવારથી મતગણતરી શરુ થઈ ગઈ છે. 3 લોકસભા સીટ બેલ્લારી, શિમોગા, માંડિયા અને બે વિધાનસભા સીટ જામખંડી અને રામનગર છે. પાંચેય સીટ પર શનિવારે મતદાન થયું હતું.બેલ્લારી લોકસભા સીટમાં કોંગ્રેસના ઉમેદવાર વી.એસ. ઉગરપ્પા ભાજપના ઉમેદવાર જે. શાંતા સામે 1 લાખ મતની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, જે રીતે કોંગ્રેસ અને જેડીએસના 100 ઉમેદવારોએ બેલ્લારીમાં મતદારોને રેડ્ડી બ્રધર્સના સામ્રાજ્યનો અંત લાવવાની અપીલ કરી હતી. આ કેમ્પેનમાં એચ.ડી. દેવગૌડા અને સિદ્દારમૈયાએ ખાસ્સો પ્રચાર કર્યો હતો. એ દિશામાં આ પરિણામ લઇ જઇ શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ભાજપને ત્રણ લોકસભા બેઠકો પર જીત મળવાની આશા છે. રામનગર બેઠક પર મુખ્યપ્રધાન કુમારસ્વામીના પત્ની અનીતા અને બી. એસ. યેદિયુરપ્પાના પુત્ર બીવાઈ રાઘવેન્દ્ર શિવમોગા બેઠક પરથી ઉમેદવાર છે.

ગત ચૂંટણીમાં ત્રણેય બેઠકોમાંથી બે ભાજપ અને એક બેઠક જેડીએસ પાસે હતી. જો ત્રણેય લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપને જીત મળશે તો 2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેને મનોવૈજ્ઞાનિક લાભ થવાની શક્યતા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]