કર્ણાટક ચૂંટણીની મતગણતરીઃ 104 બેઠક મેળવી ભાજપ સૌથી મોટો પક્ષ

બેંગલુરુ– કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે. સવારના રુઝાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર હતી, પણ ધીમે ધીમે જેમ જેમ પરિણામ આવતાં ગયા તેમ તેમ ભાજપનું કમળ ખીલતું ગયું હતું. વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 113 બેઠકો જોઈએ. કર્ણાટકના પરિણામ આવ્યા તે મુજબ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરીને આવ્યો છે. તેના પછી કોંગ્રેસ અને જેડીએસ છે.

પરિણામ લાઈવ અપડેટ્સઃ

  • 3.30 વાગ્યાનું અપડેટ- કર્ણાટક ચૂંટણીના પરિણામઃ કોંગ્રેસ 78 બેઠક પર જીત પાકી થઈ છે, ભાજપની 104 બેઠક પર જીત થઈ છે અને જેડીએસને 38 બેઠક પર જીત મળી છે. તથા અપક્ષ 2 બેઠક પર જીતી છે.
  • કર્ણાટક ચૂંટણીમાં પાર્ટી તરફી પરિણામ આવ્યા બાદ આજે સાંજે કાર્યકર્તાઓને સંબોધન કરશે પીએમ મોદી
  • કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં મોટો ઉલટફેર: ચામુંડેશ્વરી બેઠક પર સિદ્ધારમૈયાનો પરાજય
  • શિકારીપુરાથી ભાજપના યેદીયુરપ્પાની જીત થઈ
  • કર્ણાટક મતગણતરીઃ 222 બેઠકોનું અપડેટ- ભાજપ 107 બેઠક, કોંગ્રેસ 73 બેઠક, જેડીએસ 40 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ જતાં બેંગલુરુમાં ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ઉજવણી કરી, ભાજપમાં ખુશીનો માહોલ
  • 222 બેઠકોમાંથી 220 બેઠકનું અપડેટ- ભાજપ 113 બેઠક પર આગળ, સ્પષ્ટ બહુમતી માટે 113 બેઠક જોઈએ, ભાજપે મેજિક ફિગર ક્રોસ કર્યો
  • 222 બેઠકોમાંથી 217 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 62 બેઠક, ભાજપ 107 બેઠક, જેડીએસ 46 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • કર્ણાટક મતગણતરીઃ 222 બેઠકોમાંથી 210 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 63 બેઠક, ભાજપ 100  બેઠક, જેડીએસ 45 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • કર્ણાટક મતગણતરીઃ 222 બેઠકોમાંથી 202 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 61 બેઠક, ભાજપ 95 બેઠક, જેડીએસ 44 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • 175 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 56 બેઠક, ભાજપ 81 બેઠક, જેડીએસ 36 બેઠક અને અન્ય 2 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • કર્ણાટક મતગણતરીઃ 222 બેઠકોમાંથી 163 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 56 બેઠક, ભાજપ 72 બેઠક, જેડીએસ 32 બેઠક અને અન્ય 3 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • 136 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 47 બેઠક, ભાજપ 61 બેઠક, જેડીએસ 27 બેઠક અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • 101 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 36 બેઠક, ભાજપ 43 બેઠક, જેડીએસ 21 બેઠક અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે 
  • 95 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 34 બેઠક, ભાજપ 39 બેઠક, જેડીએસ 21 બેઠક અને અન્ય 1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે 
  • 84 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 34, ભાજપ 33 બેઠક, જેડીએસ 17 બેઠક પર આગળ ચાલી રહ્યા છે
  • 67 બેઠકનું અપડેટ- કોંગ્રેસ 25, ભાજપ 27 અને જેડીએસ 14 તથા અન્ય 1 બેઠક પર આગળ

રાજકારણના વિશ્લેષકોએ એક્ઝિટ પૉલ અને ઓપિનિયન પૉલના આધારે કેટલીય સંભાવનાઓ વ્યક્ત કરી છે. કર્ણાટક વિધાનસભામાં કુલ 224 બેઠકો છે, જેમાંથી 222 બેઠકો પર મતદાન થયું છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ એક પક્ષને બહુમતી માટે 113 બેઠકો જોઈએ છે. મતગણતરીની પ્રક્રિયા શાંતિ અને સરળતાપૂર્વક પાર પડે એ માટે સમગ્ર કર્ણાટક રાજ્યમાં 50 હજારથી વધારે પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.એક્ઝિટ પૉલ અનુસાર કોઈપણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળતી દેખાતી નથી. પણ જેડીએસ કિંગ મેકરની ભૂમિકા ભજવશે, તેવી સ્પષ્ટ સંભાવના જોવાઈ રહી છે.

  • ટાઈમ્સ નાઉના એક્ઝિટ પૉલ જોઈએ તો કોંગ્રેસને 97 બેઠકો, ભાજપને 94 બેઠકો અને જેડીએસ 28 બેઠકો પર જીત મળશે.
  • સી-વોટરનો એક્ઝિટ પૉલઃ કોંગ્રેસને 93 બેઠક, ભાજપને 103 બેઠક, જેડીએસને 25 બેઠક
  • જન કી બાતનો એક્ઝિટ પૉલઃ કોંગ્રેસને 78 બેઠક, ભાજપને 105 બેઠક અને જેડીએસને 37 બેઠક
  • એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પૉલઃ કોંગ્રેસને 111 બેઠક, ભાજપ 85 બેઠક, જેડીએસને 26 બેઠક
  • સીએનએક્સનો એક્ઝિટ પૉલઃ કોંગ્રેસને 75 બેઠક, ભાજપને 106 બેઠક અને જેડીએસને 37 બેઠક
  • ન્યૂઝ નેશનનો એક્ઝિટ પૉલઃ કોંગ્રેસને 73 બેઠક, ભાજપને 107 બેઠક અને જેડીએસને 38 બેઠક
  • ટાઈમ્સ નાઉ-ચાણક્યઃ કોંગ્રેસ 73 બેઠક, ભાજપ 120 બેઠક અન જેડીએસ 26 બેઠક