કમલેશ તિવારી હત્યાકાંડઃ પોલીસના નિવેદનો કેમ અલગ-અલગ?

લખનઉઃ લખનઉમાં હિંદૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે પોલીસે અત્યાર સુધીમાં 5 લોકોની અટકાયત કરી છે. આ પૈકી ત્રણ લોકો સુરતથી અને 2 લોકો ઉત્તરપ્રદેશના છે. જો કે જે 2 લોકોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે તેમની અટકાયત થઈ શકી નથી. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહનું કહેવું છે કે કમલેશની હત્યા તેમના પૈગંબરને લઈને આપવામાં આવેલા એક નિવેદનના કારણે કરવામાં આવી છે. તો પોલીસને આ મામલે કેટલાક પુરાવાઓ મળ્યા છે. આમાં સીસીટીવી ફુટેજ, તમંચો, હોટલથી મળેલા ભગવા રંગના કુર્તા શામિલ છે. આ સાથે જ સુરતની એક દુકાનનું મીઠાઈનું બોક્સ પણ શામિલ છે. પરંતુ આ વચ્ચે કમલેશ તિવારીના પરિજનોનું કહેવું છે કે તેમને પોલીસની તપાસમાં પૂર્ણ રીતે વિશ્વાસ થઈ રહ્યો નથી. કમલેશના દિકરા સત્યમ તિવારીનું કહેવું છે કે જે લોકોને પોલીસે પકડ્યા છે જો તેમના વિરુદ્ધ કોઈ પુરાવા છે તો મામલાની તપાસ એએનઆઈ કરે. તો પરિવારે આ હત્યાકાંડમાં એક ભાજપના નેતાનું પણ નામ આપ્યું છે.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પરિવારના દિકરાને સરકારી નોકરી, સુરક્ષા અને મકાન આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કમલેશના પરિજનો સાથે મુલાકાત કરી છે. પરંતુ આ આખા ઘટનાક્રમ વચ્ચે પોલીસ દ્વારા આવેલા નિવેદનો પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

એસએસપી કલાનિધિએ ઓક્ટોબર 18 ના રોજ કહ્યું કે શરુઆતી તપાસમાં તેમની કોઈના સાથે દુશ્મનાવટ હોવાનું લાગી રહ્યું છે. લાગી રહ્યું છે કે હત્યારાઓ તેમને મળવા આવ્યા હતા અને તેમની સાથે કોઈ દુશ્મનાવટ હતી. એવું લાગી રહ્યું છે તે લોકો કમલેશ તિવારીને ઓળખતા હતા. કોઈ જાણીતા વ્યક્તિએ તિવારીની હત્યા કરી છે.

ડીજીપી ઓપી સિંહે 19 ઓક્ટોબરના રોજ કહ્યું કે આ હત્યાકાંડમાં ગુજરાત સુધી કનેક્શન મળ્યા બાદ હજી પણ આરોપીઓના કોઈ આતંકવાદી સમૂહ સાથે જોડાયેલા પૂરાવા મળ્યા નથી. પહેલી નજરમાં આ હત્યા કમલેશ તિવારીના 2015 માં આવવામાં આવેલા નિવેદનના કારણે થઈ છે. જો કે આ મામલે તમામ આરોપીઓ પકડાઈ જશે ત્યારબાદ જ સ્પષ્ટ થઈ શકશે.