કૈલાશ માનસરોવર યાત્રા માટે તૈયારીઓ શરુ, આ 5 જગ્યાએ જરુર કરો દર્શન

નવી દિલ્હીઃ કૈલાસ માનસરોવરની યાત્રાનો શુભારંભ 8 જૂન 2019થી થવા જઈ રહ્યો છે. આ યાત્રા પર જવાની ઈચ્છા રાખનારા શ્રદ્ધાળુઓની પસંદગી બુધવારના રોજ કમ્પ્યૂટરાઈઝ્ડ ડ્રો દ્વારા કરવામાં આવી. આ યાત્રા 8 સપ્ટેમ્બર 2019 સુધી ચાલશે. યાત્રા માટે અત્યારસુધી કુલ 2996 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં 2256 પુરુષ અને 740 મહિલા શ્રદ્ધાળુઓએ નામાંકન કરાવ્યું છે. તો 640 વરિષ્ઠ નાગરિકોએ પણ આ યાત્રા માટે અરજી કરી છે.

તમામ યાત્રીઓને ઉત્તરાખંડ અને નાથૂલા દર્રાના રસ્તે કૈલાસ માનસરોવર સુધી પહોંચાડવામાં આવશે. આમાં 60 યાત્રીઓના 18 દળ હશે, જેમને લિપુલેખ દર્રાના રસ્તે તીર્થ સ્થળ સુધી પહોંચાડવામાં આવશે. જ્યારે 50 યાત્રીઓ વાળા 10 દળોને નાથૂલા દર્રાના રસ્તે લઈ જવામાં આવશે. આ યાત્રામાં શ્રદ્ધાળુઓને વિશાળ પર્વતનું આકર્ષક ટ્રેકિંગ કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે.

કૈલાસ માનસરોવર માટે લિપુલેખ દર્રાના રસ્તે જનારા લોકોનો કુલ ખર્ચ આશરે 1.8 લાખ રુપિયા થઈ શકે છે. આમાં લાંબી પદયાત્રા પણ શામિલ હશે. અહીંયાનું અદભૂત સૌંદર્ય પર્યટકોનો થાક દૂર કરવાનું કામ પણ કરશે.

કૈલાશ પર્વત પર ભગવાન શિવના દર્શન કરવાની સાથે શ્રદ્ધાળુઓ આસપાસ સ્થિત અન્ય પણ ઘણા પર્યટન સ્થળોનો આનંદ લઈ શકે છે. અહીંયા માનસરોવર લેક, ગૌરી કુંડ, કૈલાશ પરિક્રમા અને રાક્ષસ તાલ જેવી ઘણી સારી જગ્યાઓ છે, જેને જોયા વિના કદાચ જ કોઈ અહીંથી પાછા જાય છે. જો તમે પણ કૈલાસ માનસરોવરના દર્શન કરવાનું મન બનાવી ચૂક્યા છો તો આ તમામ પર્યટક સ્થળો પર પણ એકવાર ભ્રમણ જરુર કરી લેજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]