ઝારખંડ ચૂંટણી: હેમંત સોરેનને પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસનું ગઢબંધન મોટી જીત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. વિજયથી ગદગદીત થયેલા જેએમએમનાં નેતા અને રાજ્યનાં સંભવીત મુખ્ય પ્રધાન હેમંત સોરેન સાંજે સાયકલ પર નિકળ્યા.તેમના ચહેરા પર જીતનીં ખુશી સ્પષ્ટ જોવા મળતી હતી. જીત બાદ જેએમએમ નેતા હેમંત સોરેને એનઆરસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અમે રાજ્યના હિતોને ધ્યાનમાં રાખીને જ એનઆરસી મુદ્દે નિર્ણય લેશું. જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધને બહુમત માટે 41 બેઠકનો આંકડો પાર કરી લીધો જ્યારે હજુ કેટલીક બેઠકો પર મતગણતરી ચાલી રહી છે.

હેમંત સોરેને પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં તેમણે કહ્યું કે, ઝારખંડની જનતાએ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે, તેના માટે મતદાતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છું. ઉત્સાહનો દિવસ છે તેની સાથે સાથે સંકલ્પ લેવાનો પણ દિવસ છે,અહીનાં લોકોની આકાંક્ષાઓને પુરી કરવાનો આ દિવસ છે,દિશોમ ગુરૂ શિબૂ સોરેનજીની મહેનત અને સમર્પણનું પરીણામ છે. જેમના ઉદ્દેશ્ય માટે આ રાજ્ય બન્યું હતું,તેને પુરો  કરવાનો આ સમય છે,’તેમણે કહ્યું કે આગળની રણનીતી ગઠબંધન દળોની સાથે વાતચીત બાદ જ નક્કી થશે.

તેમણે વધુમાં કહ્યું કે તેમની પાર્ટીની સાથે કોંગ્રેસ અને આરજેડીનું મહાગઠબંધન કરવામાં આવ્યું  તેના કારણે બંને પાર્ટીનાં અગ્રણી નેતૃત્વનો તેમણે આભાર માન્યો. તેમણે  કહ્યું કે ‘આ રાજ્યનાં માટે નવા અધ્યાયની શરૂઆત હશે જે માઇલનો પર્વત સાબિત થશે. જે આશાથી લોકોએ અમને વોટ આપ્યો છે, હું તેમની આશા પર ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ તેનો ભરોસો આપું છું.

પીએમ નરેન્દ્ર મોદીએ ઝારખંડ ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ બે ટ્વિટ કરી. પીએમએ પહેલી ટ્વિટમાં હેમંત સોરેનને અભિનંદન આપ્યા. તેમણે લખ્યું કે, ‘ઝારખંડ ચૂંટણીમાં જીત માટે હેમંત સોરેન અને જેએમએમ નેતૃત્વવાળા ગઠબંધનને અભિનંદન. રાજ્યની સેવા માટે તેમને શુભકામનાઓ.’

રઘુવર દાસ બોલ્યા- આ મારી હાર છે, પાર્ટીની હાર નથી

ઝારખંડમાં મુખ્યમંત્રી રઘુવર દાસે હારનો સ્વીકાર કરતા કહ્યું કે, કેટલીક જગ્યાઓ પર ગણતરી પૂર્ણ થઇ નથી, પરંતુ જનાદેશનું સ્વાગત કરું છું. આ મારી હાર છે, પાર્ટીની નથી. મે ઇમાનદારીથી ઝારખંડ માટે કામ કર્યું. 65 પારના નારા પર રઘુવર દાસે કહ્યું કે લક્ષ્ય જિંદગીમાં મોટું રાખવું જોઇએ. તેના માટે 65 પરાનો નારો આપવામાં આવ્યો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]