ઝારખંડમાં રાહુલ ફરી બોલ્યાઃ રેપ કેપિટલ બની ગયું છે ભારત

હજારીબાગ: ઝારખંડના હજારીબાગમાં એક ચૂંટણી રેલી દરમ્યાન મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે, દુખની વાત છે કે, પહેલા દૂનિયામાં ચોતરફ આપણી અર્થવવસ્થાની ચર્ચા થતી..વિશ્વના દેશો આપણી તરફ નજર ફેરવતા અને કહેતા કે તપાસ કરો કે, હિન્દુસ્તાન શું કરી રહ્યું છે…પણ આજે જ્યારે એ જ દેશો આપણી તરફ જુએ છે તો કહે છે બળાત્કારનું કેપિટલ બની ગયું છે હિન્દુસ્તાન… તેમણે કહ્યું અમારી સરકારના સમયમાં અર્થવ્યવસ્થા તેજીથી આગળ વધતી હતી. અમે બધાને એક સાથે રાખીને એક હિન્દુસ્તાનને આગળ લઈ જતા હતા.  મહત્વનું છે કે, આ પહેલા કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીએ દેશને ‘રેપ કેપિટલ’ કહ્યો હતો.

મહિલાઓ સાથે અત્યાચાર, વડાપ્રધાન મૌન

રાહુલે આગળ કહ્યું, જ્યાં જુઓ ત્યાં મહિલાઓ પર અત્યાચાર થાય છે. યુપીમાં બળાત્કાર થાય તો વડાપ્રધાન એક શબ્દ પણ નથી બોલતા. પીડીતાનો અકસ્માત થાય છે પીએમ મૌન છે. જરા જુઓ દરેક પ્રદેશમાં મહિલાઓ ઘરની બહાર નિકળતા પણ ડરે છે. પીએમ કહે છે કે, અમે મહિલાઓની સુરક્ષા કરી રહ્યા છીએ… કેવી સુરક્ષા કરી રહ્યા છો? યુપીમાં કોઈને ગોળી મારી દેવાઈ કે કોઈ યુવતી પર રેપ થઈ જાય પણ વડાપ્રધાનના મોઢામાંથી એક શબ્દ નથી નિકળતો. જેવી રીતે તે ગોળી મારીને ખેડૂતોની રક્ષા કરે છે એવી જ રીતે મહિલાઓની રક્ષા કરી રહ્યા છે.

અમે બે હિન્દુસ્તાન નહીં બનાવ દઈએ

આ દરમ્યાન રાહુલ ગાંધીએ કહ્યું કે, જો ઝારખંડમાં તેમની ગઠબંધનની સરકાર બનશે તો અહીંના લોકોને જલ, જમીન અને જંગલ પરત આપી દેવામાં આવશે. ભાજપ પર પ્રહાર કરતા રાહુલે કહ્યું, અમે બે હિન્દુસ્તાન નહીં બનવા દઈએ. અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં ઉદ્યોગપતિઓ માટે જગ્યા હોય તો ત્યાં ખેડૂત, ગરીબ અને આદિવાસીઓ માટે પણ જમીન હોય. તમામ માટે સરખા નિયમો. રાહુલે કહ્યું તમે ગઠબંધનને સમર્થન કરો, ખેડૂતોનું કર્જ માફ થશે અને 27 ટકા આરક્ષણ હશે એની હું ગેરેંટી આપું છું.