ઝારખંડ ચૂંટણીઃ વાત વિકાસની હતી, આવી ગયા નાગરિકતા બિલના મુદ્દા પર!!

નવી દિલ્હી:  નાગરિકતા સુધારા બિલ પાસ થઈ ગયા પછી ઝારખંડની વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો મહત્વનો બનશે. ઈલેક્શન એજન્ડા પણ આ મુદ્દે બની શકે છે. રાજ્યસભામાં બિલ પાસ થવાના આગલા દિવસે ચૂંટણીની જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ઘણી વાત કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે લોકોના નાગરિક અધિકારો સાથે કોઈ છેડછાડ નહીં થાય. જ્યારે બીજી તરફ રાહુલ ગાંધી એમની જનસભામાં આ મુદ્દે કશું નહોતા બોલ્યા. કોંગ્રેસ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કર્યો હોવા છતાં બિલ વગર અડચણે પાસ થઈ ગયું. વડાપ્રધાને ટ્વીટ કરી એને બિરદાવી સરકારનું વલણ પણ સ્પષ્ટ કર્યું.

નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં છ જનસભાઓ કરી છે. આ જનસભાઓમાં રામજન્મભૂમિ, આર્ટિકલ 370 અને ત્રીપલ તલાકના મુદ્દાઓ સાથે નાગરિકતા બિલનો મુદ્દો પણ કહ્યો હતો. આ મુદ્દાઓ પર ભાજપ એનો એજન્ડા સેટ કરશે. રાહુલ ગાંધીની હવે પછીની જનસભાઓ પર ઘણી નજર છે. વિકાસના મુદ્દે શરૂ થયેલો ઝારખંડનો ચૂંટણી પ્રચાર હવે રાષ્ટ્રીય મુદ્દાઓની આસપાસ ચાલશે.

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસે નાગરિકતા બિલને ઐતિહાસિક ફેંસલો ગણાવ્યો હતો. તો અન્ય પક્ષોનો જુદાજુદા પ્રતિભાવો આપ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]