ઝારખંડ ચૂંટણી પરિણામઃ કોંગ્રેસ આગળ, ભાજપનો ગ્રાફ નીચે આવ્યો

નવી દિલ્હી: ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર પાંચ ચરણોમાં મતદાન થયા બાદ અને મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપીને મોટો આંચકો લાગી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કૉંગ્રેસ+JMM+RJD ગઠબંધને બહુમતનો આંકડો (41 સીટ) પાર કરી લીધો છે. જોકે, સૂત્રો મુજબ બીજેપી સરકાર બનાવવા માટે આજસૂ અને જેવીએમ સાથે સંપર્ક કરી રહી છે.

સવારે 11 વાગ્યા સુધીના રૂઝાનોમાં ભાજપનો ગ્રાફ સાવ નીચે આવ્યો છે. હવે ભાજપ 25, JMM-RJD-કોંગ્રેસ 45, જેવીએમ 3, આજસૂ 3 અને અન્ય 4 સીટો પર આગળ

વલણોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવે જેએમએમ-કૉંગ્રેસ ગઠબંધન બહુમતના આંકડાને પાર કરી ચૂક્યું છે. જેએમએમ+ 41 સીટો પર આગળ છે. બીજી તરફ, બીજેપી 29, આજસૂ 3, જેવીએમ 3 અને અન્ય 5 સીટો પર આગળ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઝારખંડમાં સરકાર બનાવવા માટે કૉંગ્રસ અત્યારથી સક્રિય થઈ ગઈ છે. કૉંગ્રેસ ઝારખંડના ઇન્ચાર્જ આરપીએન સિંહે ઝારખંડ વિકાસ મોર્ચાના નેતાઓ સાથે સંપર્ક કર્યો છે. આ પહેલા અહેવાલ હતા કે બીજેપી ઝારખંડ નેતૃત્વ પણ સરકાર રચવા માટે આજસૂ અને જેવીએમ સાથે સંપર્ક કરી રહ્યું છે.

ઝારખંડમાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ ચરણમાં મતદાન થયું હતું. તમા સીટો માટે ઈવીએમમાં કેદ મતોની ગણતરી આજે હાથ ધરવામાં આવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]