પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને કહ્યુઃ આશા છે કે કોંગ્રેસ શાસિત રાજ્યો એનઆરસી લાગુ નહી થવા દે

નવી દિલ્હીઃ કોંગ્રેસના ટોચના નેતાઓ દેશની એકતા માટે સત્યાગ્રહ કર્યો તેમજ આ પ્રસંગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર કડક પ્રહારો કરતા કહ્યું કે જનતા મોદીને ભારત માતાનો અવાજ દબાવવા નહી દે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ તેમજ રાહુલ ગાંધી સહિત પાર્ટીના ટોચના નેતાઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધો. સત્યાગ્રહમાં જોડાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓમાં જોશ પૂરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશની જનતા મોદીને સંવિધાન પર આક્રમણ અને ભારત માતાનો અવાજ દબાવવા નહી દે.  

નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ સત્યાગ્રહને લઈને જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીનો આભાર માન્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, અમને આશા છે કે તમે કોંગ્રેસ પાર્ટીને આના માટે સહમત કરશો કે કોંગ્રેસ શાસિત રાજ્યો એનઆરસી લાગૂ ન કરવાની જાહેરાત કરશે.

પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા લખ્યું કે, નાગરિકતા કાયદો અને એનઆરસી વિરુદ્ધ આંદોલનમાં શામિલ થવા માટે આભાર રાહુલ ગાંધી. પરંતુ આપ જાણો છો કે જન આંદોલન સિવાય અમને એવા રાજ્યોની જરુર છે કે જે એનઆરસીને રોકવા માટે એનઆરસી માટે ના પાડી શકે. અમને આશા છે કે તમે કોંગ્રેસ પાર્ટીને સહમત કરશો કે જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેઓ અધિકારિક રીતે એનઆરસી લાગુ ન કરવાની જાહેરાત કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]