પાકિસ્તાની સૈનિકોનાં ગોળીબારમાં બીએસએફનો જવાન શહીદ

જમ્મુ – જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ પ્રાંતના અરનિયા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની સૈનિકોએ કરેલા બિનઉશ્કેરણીજનક ગોળીબારમાં સીમા સુરક્ષા દળના જવાનનું મૃત્યુ છે.

શહીદ થયેલા જવાનનું નામ છે, હેડ કોન્સ્ટેબલ સીતારામ.

સીમા સુરક્ષા દળના એક સિનિયર અધિકારીએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ ગઈ 16-17 મેની રાતે હીરાનગર વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો. એમાં બીએસએફનો જવાન સીતારામ ઘાયલ થયો હતો. એ જવાને આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધો હતો. દિવસના ભાગમાં પાકિસ્તાનમાંથી ગોળીબાર બંધ થયો હતો, પણ રાતના સમયે એ ફરી શરૂ થયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]