કુલગામમાં બરફવર્ષા, 10 જવાન બરફમાં દબાયાં, ઉત્તર ભારત ઠૂંઠવાયું

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં એકવાર ફરીથી કડકડતી ઠંડી પાછી આવી છે. જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બરફવર્ષા થઈ રહી છે. જમ્મૂ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં જવાહર સુરંગ પાસે એટલી જોરદાર બરફવર્ષા થઈ કે ત્યાં ડ્યુટી પર રહેલા પોલીસ જવાને તેની ઝપેટમાં આવી ગયા. અહીં બરફનો એક પહાડ પોલીસની પોસ્ટ પર પડ્યો અને તેના કારણે 10 જેટલા પોલીસ કર્મચારીઓ લાપતા થઈ ગયા. આ ઘટના બાદ પોલીસ કર્મચારીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

માત્ર પહાડી રાજ્યો જ નહી પરંતુ દિલ્હી, નોએડા, સહિત અનસીઆરના વિસ્તારનામ પણ એવી સ્થિતી થઈ જે બરફવર્ષા જેવી જ હતી. દિલ્હી-અનસીઆરમાં બરફના કરાનો વરસાદ થયો જેનાથી દરેક જગ્યાએ સફેદ ચાદર ફેલાઈ ગઈ.

આકાશમાંથી સતત પડી રહેલા બરફના કરા વચ્ચે જનજીવન ઠપ્પ છે. આકાશમાંથી સતત પડી રહેલી સફેદ સમસ્યા વચ્ચે ગાડીઓ રોડ પર ધીમે ધીમે આગળ વધી રહી છે અને ટ્રાફિક જામના દ્રશ્યો ચારે બાજુ દેખાઈ રહ્યા છે. સ્થિતી એવી છે કે લોકોને દિવસે પણ ગાડીઓની હેડલાઈટ અને ઈન્ડિકેટર ચાલુ રાખીને રોડ પર આગળ વધવું પડી રહ્યું છે.

આકાશમાંથી જેવો બરફ પડવાનું બંધ થાય છે કે તરત જ લોકો ઘરોની છક પર પડેલા બરફને દૂર કરવાનું કામ શરુ કરી દે છે પરંતુ ફરીથી બરફ પડતા લોકોની મુશ્કેલીઓ ફરીથી વધી જાય છે.

જમ્મૂ-કાશ્મીર સીવાય ઉત્તરાખંડમાં પણ સ્થિતિ યોગ્ય નથી. અહીં કેદારનાથ મંદિર આસપાસની ઈમારતો પર એકથી બે ફૂટ જેટલો બરફ જામી ગયો છે. ભારે બરફવર્ષાથી કેદારનાથ ધામમાં વીજળી અને પાણીનો સપ્લાય છેલ્લા 10 દિવસથી બંધ છે. ભારે બરફવર્ષાના કારણે પુનર્નિર્માણના કામમાં જોડાયેલા મોટાભાગના મજૂરો પાછા ચાલ્યાં ગયાં છે.

અહીં સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે ટ્રાંસપોર્ટેશન પર પણ અસર પડી રહી છે. જમ્મૂ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફના કારણે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અને રોડ પર ફેલાયેલી બરફની ચાદરે વાહનોને ચાલવાનું મુશ્કેલ કરી દીધું છે.