રાજસ્થાન ચૂંટણી: BJPને ઝાટકો, કોંગ્રેસમાં જોડાયા હરીશ મીણા

જયપુર- રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. જોકે ચૂંટણીના આ ઉત્સાહ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ હરીશ મીણા કોંગ્રેસમાં જોડાયા છે. સામાન્ય ચૂંટણી પહેલાં આ ઘટના ભાજપ માટે મોટો ઝાટકો માનવામાં આવે છે.નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટ, રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પક્ષના ઈન્ચાર્જ અવિનાશ પાંડેની હાજરીમાં હરીશ મીણા કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ ગેહલોતે મીણાને કોંગ્રેસમાં આવકારતા કહ્યું કે, કોંગ્રેસમાં જોડાવા માટે લોકો દેશભરમાં લાઈન લગાવી રહ્યાં છે. જે અનુસંધાને આજે હરીશ મીણા કોઈ પણ શર્ત વગર કોંગ્રેસમાં જોડાયા છે.

અશોક ગેહલોતે કહ્યું કે, હરીશ મીણાના કોંગ્રેસમાં જોડાવાથી રાજસ્થાનમાં પાર્ટી વધુ મજબૂત થશે. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસમાં જોડાયા પહેલાં હરીશ મીણા રાજસ્થાનની દૌસા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં તેમણે પોતાના મોટા ભાઈ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા નમોનારાયણ મીણાને પરાજય આપ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]