‘ઈસરો’એ અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યો સંદેશવ્યવહાર ઉપગ્રહ GSAT-7A

શ્રીહરિકોટા (આંધ્ર પ્રદેશ) – ભારતની લશ્કરી, ખાસ કરીને હવાઈ દળની તાકાત વધારનાર દૂરસંચાર ઉપગ્રહ GSAT-7Aને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) સંસ્થાએ આજે અહીં GSLVF11 રોકેટની મદદથી અવકાશમાં લોન્ચ કરી દીધો છે. શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટર ખાતેથી આ સેટેલાઈટને લોન્ચ કરવામાં ઈસરોનાં વિજ્ઞાનીઓને સફળતા મળી છે. સ્પેસ સેન્ટર ખાતેથી સાંજે બરાબર 4:10 વાગ્યે આ ઉપગ્રહને અવકાશમાં છોડવામાં આવ્યો હતો.

અવકાશમાં GSAT7A ઉપગ્રહ ભારતીય હવાઈ દળ માટે ‘સીક્રેટ Eye’ તરીકે કામગીરી બજાવશે.

GSAT-7A ઈસરોનો 35મો કમ્યુનિકેશન સેટેલાઈટ છે. એના નિર્માણ પાછળ રૂ. 500-800 કરોડનો ખર્ચ થયો છે. આ સેટેલાઈટનું વજન 2250 કિલોગ્રામ છે.

દેશના નવા કમ્યુનિકેશન્સ સેટેલાઈટ GSAT-7Aને ‘ઈન્ડિયન એન્ગ્રી બર્ડ’ નામ આપવામાં આવ્યું છે. આ સેટેલાઈટ લોન્ચ થવા સાથે જ ભારતીય સૈન્યની કમ્યુનિકેશન્સ ક્ષમતા વધી જશે.

GSAT7A સેટેલાઈટ ભારતમાં તમામ હવાઈ દળના મથકોને ઈન્ટરલિન્ક કરશે. તે ગ્રાઉન્ડ કન્ટ્રોલ સ્થાનો પરથી ડ્રોનની કામગીરીઓને ઉત્તેજન આપશે, સૈન્યને ટેક્નોલોજીકલી અપગ્રેડ કરવામાં મદદ મળશે.

આ સેટેલાઈટ ખાસ કરીને ભારતીય હવાઈ દળ અને ભૂમિ દળની તાકાત વધારવા માટે બનાવવામાં આવ્યો છે.

લોન્ચિંગ થયાની 20 મિનિટમાં જ GSLV-F11 રોકેટે GSAT7A ઉપગ્રહને ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂકી દીધો હતો.

httpss://twitter.com/airnewsalerts/status/1075341606327386113

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]