ઇસરોની તીક્ષ્ણ બનતી ત્રીજી આંખ, મિશન કાર્ટોસેટ વિશે જાણો

નવી દિલ્હીઃ ચંદ્રયાન-2ની સફળતા બાદ હવે ઈસરો વધુ એક મોટા મિશનમાં લાગી ગયું છે. ભારત હવે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરુઆતમાં પોતાના સારી ફોટોગ્રાફી કરતો ઉપગ્રહ કાર્ટોસેટ-3 નું પ્રક્ષેપણ કરશે. ઈસરોના ચેરમેન સિવને પોતે આ જાહેરાત કરી છે. સિવને કહ્યું છે કે નેક્સ્ટ પ્રક્ષેપણ કાર્ટોગ્રાફી ઉપગ્રહ કાર્ટોસેટ-3 નું હશે. આ પ્રક્ષેપણ આ વર્ષે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરની શરુઆતમાં થશે.

પૃથ્વીનું નિરીક્ષણ કરનારા અથવા રિમોટ સેન્સિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 એક ઉન્નત સંસ્કરણ છે, જે કાર્ટોસેટ-2 સીરીઝના ઉપગ્રહોની તુલનામાં વધારે સારો આકાશીય અને વર્ણક્રમીય ગુણોથી લેસ છે. કાર્ટોસેટ-3 વધારે ફોટા સાથે રણનીતિક એપ્લિકેશન્સ પણ હશે. કાર્ટોસેટ-3 ને પોલર પીએસએલવી રોકેટથી પ્રક્ષેપિત કરવામાં આવશે.

આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય તો અંતરિક્ષથી ભારતની જમીન પર નજર રાખવાનો, આપત્તિઓ અને માળખાગત વિકાસ માટે મદદ કરવાનો હશે. પરંતુ આનો ઉપયોગ દેશની બોર્ડરની દેખરેખ માટે પણ થશે. પાકિસ્તાન અને તેના આતંકી કેમ્પો પર નજર રાખવા માટે આ મિશન દેશની સૌથી મોટી તાકાતવર આંખ હશે. દુશ્મન અથવા આતંકીઓએ જો કોઈ ચાલ ચાલી તો આ આંખની મદદથી આપણી સેના આતંકીઓને તેમના ઘરમાં ઘુસીને મારશે.

આ સેટેલાઈટનું નામ છે- કાર્ટોસેટ-3. આ કાર્ટોસેટ સીરીઝનું નવમું સેટેલાઈટ હશે. કાર્ટોસેટ-3 નો કેમેરો એટલો સામર્થ્યશાળી છે કે તે અંતરિક્ષથી જમીન પર 1 ફૂટથી પણ ઓછી ઉંચાઈ સુધીનો ફોટો કેપ્ચર કરી શકશે.

આ સેટેલાઈટની નજર એટલી ચોક્કસ હશે કે ધરતી પર બેઠેલી કોઈ વ્યક્તિએ પોતાના કાંડા પર પહેરેલી ઘડીયાળ જે સમય બતાવી રહી છે, તેની પણ ચોક્કસ જોઈ શકશે. આપને જણાવી દઈએ કે પાકિસ્તાન પર થયેલી સર્જિકલ અને એરસ્ટ્રાઈક પર કાર્ટોસેટ ઉપગ્રહોની મદદ લેવામાં આવી હતી. આ સીવાય વિભિન્ન પ્રકારની ઋતુ અને પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં પણ આ ઉપગ્રહ સક્ષમ છે. પ્રાકૃતિક આપત્તિઓ સમયે આ ઉપગ્રહ મદદ કરશે.

કાર્ટોસેટ -3 નો કેમેરો એટલો તાકાતવર છે કે તે અંતરિક્ષથી જમીન પર 0.25 મીટર એટલે કે 9.84 ઈંચની ઉંચાઈ સુધીની સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. સંભવતઃ અત્યારસુધી આટલી ચોક્સાઈ વાળો સેટેલાઈટ કેમેરા કોઈપણ દેશે લોન્ચ નથી કર્યો.