ઈસરોના આ વૈજ્ઞાનિક વિજ્ઞાનની સાથે જાણે છે સૂરનું ગણિત, રેલાવે છે વાંસળીના સૂર

નવી દિલ્હીઃ ઈસરોની પ્રશંસા ઉપગ્રહો અને રોકેટોને અંતરિક્ષમાં મોકલવા માટે કરવામાં આવે છે પરંતુ હવે તો વૈજ્ઞાનિકોની કલા પણ સોશિયલ મીડિયા પર લોકો રોમાંચિત કરી રહી છે. સંસદીય પેનલ સાથે ચાલી રહેલી મીટિંગના અંતમાં પ્રીમિયર સંગઠનના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે વાંસળી વગાડીને બધાનું મન મોહી લીધું હતું. વાંસળી વગાડવાનો આ વીડિયો ટ્વીટર પર કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે શેર કર્યો છે, જે સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે. યૂઆર રાવ સેટેલાઈટ સેન્ટરના ડાયરેક્ટર પી કુન્હીકૃષ્ણને સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં પોતાની આ કલા બધા લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ બેઠકનું સમાપન તેમના વાંસળી વગાડવા સાથે થયું હતું. પોતાની ટ્વીટર પોસ્ટમાં રમેશે કહ્યું કે, કુન્હીકૃષ્ણન એક જાણિતા વાંસળી વાદક છે. ઈસરોના પ્રમુખ કે સિવન પણ અહીંયા હાજર હતા.