ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં ઈન્ટરપોલ મહાસચિવ સ્ટોક, પ્રસ્તાવ આપ્યો…

નવી દિલ્હીઃ ભારત પ્રવાસ પર આવેલા ઈન્ટરપોલ મહાસચિવ જુર્ગેન સ્ટોકે શનિવારના રોજ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે ગૃહ પ્રધાનને આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ઈન્ટરપોલ દ્વારા દરેક શક્ય સહયોગનો ભરોસો આપ્યો હતો. સાથે જ તેમણે ગૃહ પ્રધાનને આતંકવાદ મામલે દેખાડવામાં આવેલી પ્રતિબદ્ધતા માટે આભાર માન્યો.

મુલાકાત દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં ઈન્ટરપોલની મહાસભાની મેજબાનીનો પ્રસ્તાવ આપ્યો. તેમણે કહ્યું કે 2022 માં ભારત પોતાની આઝાદીની 75મી વર્ષગાંઠ મનાવશે. તેમણે તે જ વર્ષે દિલ્હીમાં ઈન્ટરપોલની મહાસભાની મેજબાનીની રજૂઆત કરી. આ સીવાય ગૃહ પ્રધાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા સપોર્ટ અને સહયોગના કારણે ભારતને ઈન્ટરપોલ ગ્લોબલ એકેડમીનું ક્ષેત્રીય ગઢ બનાવવાની ઈચ્છા જાહેર કરી.

આ પહેલા ઈન્ટરપોલના મહાસચિવ જુર્ગેન સ્ટોકે શુક્રવારના રોજ કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લા સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આતંકવાદ ફેલાવવાના આરોપી જાકિર નાઈક સહિત અન્ય વિરુદ્ધ લંબિત રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહી કરવા પર જોર આપવામાં આવશે. નાયક અત્યારે મલેશિયામાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ભલ્લાએ સ્ટોક સાથે થયેલી 30 મીનિટની બેઠકમાં ભારતીય કાયદાથી બચી રહેલા ભાગેડુઓ વિરુદ્ધ લંબિત રેડ કોર્નર નોટિસ પર કાર્યવાહીની જરુરત પર જોર આપ્યું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]