રાજસ્થાનઃ પોકરણમાંથી શંકાસ્પદ પાકિસ્તાની જાસુસની ધરપકડ

જયપુર- રાજસ્થાનના પોકરણમાં સુરક્ષા એજન્સીઓએ એક શંકાસ્પદ જાસુસની ધરપકડ કરી છે. આ જાસુસનું નામ મહોમ્મદ શાહીદ ગીલાની જણાવવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતા સુરક્ષા એજન્સીઓ દ્વારા આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા વ્યક્તિના પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સાથે સંબંધ હોવાની શક્યતાઓ છે.

રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન સીમા પર અવારનવાર આઈએસઆઈના જાસુસો પકડાય છે. આ વર્ષે ગણતંત્ર દિવસ પર પોખરણથી બે સાઉદી અરબના નાગરીકોની અટકાયત કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સી, મિલેટ્રી ઈન્ટેલિજન્સ અને પોલિસે એક સંયુક્ત ઝુંબેશ કરીને આ લોકોની અટકાયત કરી હતી. તેમની પાસેથી સેટેલાઈટ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ શંકાસ્પદ લોકોની ઓળખ સાઉદી અરબના અલ સભાન તલાલ મહોમ્મદ અને અલ સમરા મોજીદ અબ્દુલ તરીકે થઈ હતી. આ લોકોની સાથે એક અન્ય શંકાસ્પદ વ્યક્તિ પણ પકડાયો હતો જે હૈદરાબાદનો રહેવાસી હતી. તેમની પાસેથી એક સેટેલાઈટ થુરિયા ફોન અને 10 સામાન્ય ફોન મળી આવ્યા હતા. આ ફોનના માધ્યમથી તેઓ પરસ્પર વાતચીત કરતા રહેતા હતા.

ગણતંત્ર દિવસ પહેલા આ લોકોની ધરપકડથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. મિલેટ્રી ઈન્ટેલિજન્સ અને પોલિસની આ મોટી સફળતા માનવામાં આવી રહી છે. કારણ કે જેસલેમેર જિલ્લો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે અને અહિંયા સેટેલાઈટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પાકિસ્તાન સતત ભારતમાં ઘુસણખોરીનું નેટવર્ક વધારી રહ્યું છે. ગત એક વર્ષમાં સરહદી વિસ્તારમાંથી 20થી વધારે જાસુસો પકડાયા છે. આ જાસુસોને પાકિસ્તાનથી ફોન કરીને ફસાવવામાં આવે છે. આ લોકો ફોન કરીને એવી લાલચ આપે છે કે તેમની જાળમાં ફસાઈને લોકોની અપરાધ કરી બેસે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]