તત્કાલ બુકિંગના મોટા કૌભાંડનો રેલવે દ્વારા પર્દાફાશ; સૂત્રધારની ધરપકડ

નવી દિલ્હી – ભારતીય રેલવેએ IRCTC (ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન) વેબસાઈટ મારફત તત્કાલ ટ્રેન ટિકિટોના બુકિંગને લગતું એક મોટું કૌભાંડ પકડી પાડ્યું છે.

મધ્ય રેલવેએ સલમાન નામના એક શખ્સની ધરપકડ કરી છે જે આ કૌભાંડનો સૂત્રધાર છે. આ શખ્સ પાસે આ કૌભાંડ ચલાવવા માટે 5,400 લુખ્ખાઓનું એક નેટવર્ક હતું.

સલમાનને હાલ રેલવે પ્રોટેક્શન ફોર્સની કસ્ટડીમાં પૂરવામાં આવ્યો છે. ટ્રેનોની ટિકિટોના બુકિંગ માટે આવા અનેક કૌભાંડો ચલાવાતા હોવાની શંકા છે અને સલમાનની ધરપકડથી આ કૌભાંડો પણ બહાર આવવાની ધારણા છે. પૂછપરછ દરમિયાન સલમાને જે માહિતી આપી છે એનાથી તપાસનીશ અધિકારીઓ ચોંકી ગયા છે.

સલમાને એમ કહ્યું છે કે એ માત્ર રૂ. 700ની કિંમતનું એક સોફ્ટવેર વાપરીને તત્કાલ ટિકિટો ઘડીના છઠ્ઠા ભાગમાં એકસામટી બુક કરાવી લેતો હતો. આ સોફ્ટવેર દ્વારા IRCTCના સર્વરને છેતરી શકતો હતો અને અત્યંત ઝડપે ટિકિટો બુક કરાવી લેતો હતો.

જેમકે, IRCTC.co.in વેબસાઈટ પર તત્કાલ ટિકિટ બુકિંગ શરૂ થાય એની પહેલાં જ એ પ્રવાસીઓની તમામમ વિગતો કાઉન્ટર સોફ્ટવેરમાં એન્ટર કરી દીધો હતો. બુકિંગ જેવું સવારે 10 વાગ્ય શરૂ થાય કે તરત જ એ બધી ડેટા ઓટોમેટિક રીતે કાઉન્ટર સોફ્ટવેરમાંથી IRCTC વેબસાઈટ પર ટ્રાન્સફર થઈ જતી હતી જેમાં ટ્રેન, પ્રવાસની તારીખ તથા અન્ય જરૂરી વિગતો ભરવામાં આવી જ હોય.

આ રીતે, દેશભરમાં વિવિદ કાઉન્ટરો પર લાઈનમાં ઊભેલા લોકો એમની ટિકિટ બુક કરાવી શકે એ પહેલાં જ સલમાન અને એના સાગરિતો ટિકિટો બુક કરાવી લેતા હતા. આ સોફ્ટવેર સલમાને પોતે જ ડિઝાઈન કર્યું હતું. એ IRCTCની વેબસાઈટની જેમ જ કાર્ય કરે છે.

સલમાન તત્કાલ બુકિંગ મારફત પોતાને જે પૈસા આપે એ લોકોને સોફ્ટવેર પૂરું પાડતો હતો. એક જ મહિનામાં, આ સોફ્ટવેરે 2,500 કમ્પ્યુટર્સ ડાઉનલોડ કરી લીધા હતા. એ દરેક સોફ્ટવેર ડાઉનલોડ માટે રૂ. 700નો ચાર્જ લેતો હતો.

સલમાન તત્કાલ બુકિંગ મારફત પોતાને જે પૈસા આપે એ લોકોને સોફ્ટવેર પૂરું પાડતો હતો. એક જ મહિનામાં, આ સોફ્ટવેરે 2,500 કમ્પ્યુટર્સ ડાઉનલોડ કરી લીધા હતા. એ દરેક સોફ્ટવેર ડાઉનલોડ માટે રૂ. 700નો ચાર્જ લેતો હતો.