હોળી પર પ્રવાસીઓને ભીડમાંથી મળશે રાહત, રેલવેએ કરી વિશેષ ટ્રેનોની જાહેરાત

નવી દિલ્હી- હોળીના તહેવાર પર પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. અને કેટલીક વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. મધ્ય-પૂર્વ રેલવે તરફથી કરવામાં આવેલી આ વ્યવસ્થાને કારણે લાખો પ્રવાસીઓને તહેવારના દિવસોમાં સારી સુવિધા મળી શકશે. અહીં આપને જણાવી રહ્યાં છે એ વિશેષ ટ્રેન વિશે માહિતી. જેથી આપ તેનો લાભ લઈ શકો.આસનસોલ-પટના: ટ્રેન નંબર 03561 આસનસોલ-પટના હોળી સ્પેશિયલ ટ્રેન 24 અને 25 ફેબ્રુઆરી તેમજ 3 અને 4 માર્ચના રોજ આસનસોલ-પટના વચ્ચે ચાલશે. આસનસોલથી સવારે 07:15 વાગ્યે ટ્રેન રવાના થશે અને બપોરે 02:05 વાગ્યે પટના પહોંચશે.

હબીબગંજ-પટના સુપરફાસ્ટ: ટ્રેન નંબર 01657 હબીબગંજ-પટના સુપરફાસ્ટ હોળી સ્પેશિયલ ટ્રેન 28 ફેબ્રુઆરી સાંજે 04:30 કલાકે હબીબગંજથી પટના જવા રવાના થશે. રિટર્નમાં આ ટ્રેન એક માર્ચના રોજ પટનાથી બપોરે 1 વાગ્યે હબીબગંજ માટે પરત ફરશે.

રાંચી-પટના સ્પેશિયલ ટ્રેન:  ટ્રેન નંબર 08621 રાંચી-પટના હોળી સ્પેશિયલ ટ્રેન 28 ફેબ્રુઆરીએ રાત્રે 11:15 કલાકે રાંચીથી પટના જવા રવાના થશે. આ ટ્રેન એક માર્ચે સવારે 10:15 વાગ્યે પરત રાંચી આવવા રવાના થશે.

હાવડા-રક્સોલ: ટ્રેન નંબર 03041 હાવડા-રક્સોલ હોળી સ્પેશિયલ ટ્રેન 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10:50 વાગ્યે હાવડા જેક્શનથી રક્સોલ જવા રવાના થશે. રિટર્નમાં આ ટ્રેન 03042 નંબરથી રક્સોલ જંક્શનથી સાંજે 07:45 કલાકે પરત હાવડા આવવા રવાના થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]