રેલવેનું નવું ટાઈમ ટેબલ ટ્રેનોનું ટાઈમિંગ સુધારશે

નવી દિલ્હીઃ ટ્રેનસફર સમયસર બનાવવા માટે ઉત્તર રેલવે દ્વારા નવા ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલ પર કામ કરવામાં આવી રહ્યું છે. આમાં એક ગતિથી ચાલનારી ટ્રેન એક સમયગાળામાં ચલાવવામાં આવે છે જેનાથી ઓછી ગતિ વાળી ટ્રેનોને રોકવાની જરુર પડતી નથી. રેલવે અધિકારીઓ અનુસાર આનાથી ટ્રેનના સમય પાલનમાં વ્યાપક સુધારાઓ જોવા મળશે. સાથે જ માલગાડીઓને ચલાવવા માટે વધારે સમય મળી જશે. આમ તો નવું ટાઈમ ટેબલ જૂલાઈના રોજ લાગુ થાય છે પરંતુ અત્યારે માત્ર વિશેષ ટ્રેનો ચાલી રહી છે. ત્યારે આવામાં જ્યારે ટ્રેન પૂરી સંખ્યામાં ચાલશે ત્યારે યાત્રીઓને આ લાભ મળશે.

વર્તમાન સમયમાં જે એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો ચાલી રહી છે તેની મહત્તમ ગતિ 110 અને 130 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. ઝીરો બેઝ્ડ ટાઈમ ટેબલમાં માનવામાં આવે છે કે આખા રુટ પર કોઈપણ ટ્રેન નથી ચાલી રહી  અને પછી તેના હિસાબે નવું ટાઈમ ટેબલ આપવામાં આવે છે. આ દરમિયાન એ કરવામાં આવશે કે જે ટ્રેન 130 કિલોમીટરની ઝડપે ચાલે છે તેને નિર્ધારિત સમયમાં ચલાવવામાં આવશે અને જે ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે તેને અલગ અલગ સમયે ચલાવવામાં આવશે. અત્યારે વધારે ગતિ વાળી ટ્રેનને આગળ કાઢવા માટે ઓછી ગતિ વાળી ટ્રેનને વચ્ચે જ રોકી દેવામાં આવે છે. આનાથી ટ્રેન લેટ થઈ જાય છે. આ નવા પ્લાનથી આ સમસ્યા દૂર થઈ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]