આંધ્રની આ હોટલ્સમાં ભારતીયોને નથી મળતી એન્ટ્રી, ચોંકાવનારો ખુલાસો…

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના અનંતપુરા જિલ્લામાં સ્થિત પેનુકોંડા અને તેની આસપાસના વિસ્તારમાં સ્થિત હોટલ્સમાં ભારતીયોની એન્ટ્રી પર બેન છે. ભારતની ધરતી પર આવેલા આ રેસ્ટોરન્ટ્સમાં ભારતીયોને જતા રોકવામાં આવે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ હોટલ્સ કોરિયાની જાણીતી કંપની કિયા મોટોર્સના પ્લાન્ટ પર સ્થિત છે જેમાં માત્ર કોરિયાઈ લોકોને જવાની જ મંજૂરી છે. માત્ર આટલું જ નહી પરંતુ કિયા મોટોર્સના ગેસ્ટ હાઉસ પણ ચે જેમાં માત્ર કોરિયાઈ લોકોને જ જવાની મંજૂરી છે.

જ્યારે પ્લાન્ટમાં ઉપસ્થિત હોટલના મેનેજરને આ મામલે પૂછવામાં આવ્યું તો તેણે આ મામલે કંપનીની પોલીસીનો મામલો રજૂ કરી દીધો. પ્રાપ્ત વિગતો અનુસાર આ રેસ્ટોરન્ટ્સમાં જે પણ ભારતીય જવાનો પ્રયત્ન કરે છે તે ઉદાસ થઈને પાછો આવે છે.

પેનુકોંડાના એક નિવાસીએ આ મામલે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે જ્યારથી અહીંયા કિયા મોટર્સનો પ્લાન્ટ શરુ થયો છે ત્યારથી અહીંયા કોરિયાઈ લોકોની સંખ્યામાં વધારો થયો છે. કોરિયાઈ લોકો અહીંયાના મકાન માલિકોને સારુ ભાડુ આપે છે. તેઓ પોતાના રેસ્ટોરન્ટ્સમાં એટલા માટે નથી જવા દેતા, કારણ કે તેમને લાગે છે કે આપણી સંસ્કૃતિ તેમના કરતા અત્યંત અલગ છે. તેમણે અહીંયા કોરિયાઈ ભાષામાં અલગ-અલગ ડિસ્પ્લે બોર્ડ્સ લગાવ્યા છે જેને જોઈને કશું જ સમજાતું નથી.

પેનુકોંડા અને આસપાસના વિસ્તારના લોકો તેમની સાથે થઈ રહેલા ભેદભાવનો વિરોધ નથી કરતા કારણ કે તે લોકોને કોરિયાઈ લોકો દ્વારા વધારે ભાડુ ચૂકવવામાં આવે છે. ત્યારે આવામાં તેમના વિરોધનો અવાજ હજી નથી ઉઠ્યો. જો કે આ પહેલા એક સ્થાનીય નાગરિકની ફરિયાદ બાદ એક હોટલ બંધ પણ થઈ ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]