યુદ્ધવિરામનો ભંગ કરવા બદલ ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો, એના સાત સૈનિકને ઠાર માર્યા

જમ્મુ – વારંવાર યુદ્ધવિરામની શરતોનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિકો સામે ભારતીય લશ્કરે આજે વળતું પગલું ભર્યું છે. જમ્મુ અને કશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા (LoC)Pakistani soldiers પર ભારતીય જવાનોએ સાત પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યા હતા અને બીજા ચારને ઘાયલ કર્યા છે.

ગયા શનિવારે જમ્મુ અને કશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકોએ કરેલા ગોળીબારમાં એક ભારતીય સૈનિકનું મરણ નિપજ્યા બાદ ભારતીય સેનાએ આજે જોરદાર વળતું પગલું ભર્યું છે.

લશ્કરના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, ભારતીય સેનાએ પૂંચ જિલ્લાના મેંધાર સેક્ટરમાં અંકુશ રેખા પરના જગલોતે વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકો સામે વળતું પગલું ભર્યું હતું. એમાં સાત પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને બીજા ચાર ઘાયલ થયા છે.