‘આપણું હવાઈ દળ પાકિસ્તાનના અણુમથકોનો નાશ કરી શકે છે’

નવી દિલ્હી – ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ બિરેન્દર સિંહ ધનોઆએ પાકિસ્તાનને મોટી ચેતવણી આપી છે અને કહ્યું છે કે ભારતીય હવાઈ દળના યુદ્ધવિમાનો સરહદ પારના અણુમથકોનો નાશ કરવા સક્ષમ છે.

એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર જો મંજૂરી આપે તો બીજો સર્જિકલ હુમલો હવાઈ દળ કરી શકે છે.

શુક્રવારે ભારતીય હવાઈ દળ ‘એર ફોર્સ ડે’ ઉજવશે. એની પૂર્વસંધ્યાએ આજે એડમિરલ ધનોઆએ કહ્યું કે ભારતીય હવાઈ દળ ચીન અને પાકિસ્તાન સાથે બે-મોરચે લડવા સક્ષમ છે.

જોકે હાલની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ જોતાં બે-મોરચાના યુદ્ધની શક્યતા ઓછી જણાય છે, પરંતુ ઈરાદાઓ એક જ રાતમાં બદલાઈ શકે છે તેથી આપણો જવાબ દુશ્મનની તાકાતના આધારે હોવો જોઈએ. ભારતીય હવાઈ દળ પાકિસ્તાન કરતાં ઘણું જ શક્તિશાળી છે અને ચીન સામે લડવા માટે પણ પૂરતું શક્તિમાન છે.