અભિનંદન વાળી ગેમ ગૂગલને પણ ગમીઃ બેસ્ટ ગેમ માટે નોમિનેટ

નવી દિલ્હી: ગૂગલે ઈન્ડિયન એરફોર્સની વિડિયો ગેમ Indian Air Force: A Cut Above ને બેસ્ટ ગેમ 2019ની ‘યૂઝર્સ ચોઈસ ગેમ’ કેટેગરીમાં નોમિનેટ કરી છે. ભારતીય એરફોર્સ તેમની પ્રથમ વિડિયો ગેમની આ ભવ્ય સફળતાથી ઘણું ખુશ છે. એરફોર્સે તેમને ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી યૂઝર્સને અપીલ કરી છે કે, તે આ 3D ગેમને જીતાડવા માટે વોટ કરે જેથી યૂઝર્સ ચોઈસ ગેમ કેટેગરી 2019નો પુરસ્કાર આ ગેમને મળી શકે.

ગેમને આ વર્ષે 31 જુલાઈએ લોન્ચ કરવામાં આવી હતી. યુવાઓને ઈન્ડિયન એરફોર્સ તરફ આકર્ષિત કરવા અને તેમાં દેશ સેવાનો ભાવ જગાવવા માટે પૂર્વ એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆએ આ ગેમને લોન્ચ કરી હતી.

આ એક ઓનલાઈન મલ્ટીપ્લેયર બેટલ ગેમ છે, જેમાં પ્લેયર્સને ઈન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવતા કોમ્બેટ મિશનનું શાનદાર વર્ચુઅલ એક્સપીરિયન્સ મળે છે. પ્લેયર્સને ગેમમાં ઓરિજનલ પાયલટનો અનુભવ અપાવવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ગેમ રમતા પ્લેયર્સને ફાઈટર જેટ અને હેલિકોપ્ટર ઉડાવતા દુશ્મનોને ખત્મ કરવાના હોય છે. ગેમમાં એરફોર્સમાં વર્તમાન અલગ અલગ પ્રકારના એરક્રાફ્ટને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેનો પ્લેયર્સ ઉપયોગ કરી શકે છે. ગેમમાં પહેલા પ્લેયર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ તેને ફ્રી ફ્લાઈટનો ચાન્સ મળે છે. ગેમમાં પ્લેયર્સને ઈન્ડિયન એરફોર્સના હથિયાર અને યુદ્ધ નીતિ અંગે પણ શીખવાની તક મળે છે. આનાથી પ્લેયર્સ એરફોર્સના નવા મિશન અને સ્ટ્રેટેજીને યોગ્ય રીતે સમજી શકે.

10 લાખથી વધુ વખત થઈ ચૂકી છે ડાઉનલોડ

ગેમને લોન્ચ થયાને હજુ થોડાક મહિનાઓ જ થયા પણ ગેમ લોકોને ખુબ પસંદ આવી રહી છે. પ્લે સ્ટોર પર અત્યાર સુધી આના 10 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]