પાકિસ્તાન કરશે ચિનાબ નદી પરની જળવિદ્યુત પરિયોજનાઓનું નિરીક્ષણ

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને એક પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બે જળવિદ્યુત પરિયોજનાના નિરીક્ષણ માટે તેમની યાત્રાનો પ્રસ્તાવ આપ્યો છે. બન્ને દેશો વચ્ચે સિંધુ જળ સંધિ અંતર્ગત આમ કરવું અનિવાર્ય છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આઈડબલ્યૂટી અંતર્ગત ભારતના સિંધુ આયુક્તે પોતાના પાકિસ્તાની સમકક્ષને બુધવારે નિમંત્રણ મોકલ્યું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતને પાકિસ્તાન દ્વારા નિમંત્રણ સ્વિકાર કર્યાની અધિકારીક પુષ્ટી મળી નથી. સમજૂતી અંતર્ગત પાકિસ્તાની વિશેષજ્ઞોની યાત્રા બાદ ભારતીય અધિકારી પણ આ જ પ્રકારે પાકિસ્તાનની યાત્રા કરશે.

પાકિસ્તાનના સંઘીય જળ સંસાધન પ્રધાન ફૈઝલ વાવદાએ આને એક મોટી સફળતા બતાવતા જણાવ્યું કે ભારત આ મહીનાના અંતમાં જમ્મૂ-કાશ્મીરમાં ચિનાબ નદી પર પોતાની બે જળવિદ્યુત પરિયોજનાઓના પાકિસ્તાની વિશેષજ્ઞ દ્વારા નિરીક્ષણની મંજૂરી આપવા માટે રાજી થયું છે. વાદવાએ ટ્વિટ કર્યું કે અમારા નિરંતર પ્રયાસો બાદ આખરે ભારતે પરિયોજનાઓના નિરીક્ષણના અમારા અનુરોધ પર પોતાની સહમતિ વ્યક્ત કરી છે.