પ્રદૂષણ મુદ્દે નવા કાયદા અંગે સંસદમાં ચર્ચા થશે, પણ પરિણામ આવશે?

નવી દિલ્હી: પ્રદૂષણને લઈને આજે મંગળવારે સંસદના શિયાળુ સત્રમાં  બપોરે મહત્વની ચર્ચા થશે. સત્રના પ્રથમ સંસદ ભવન બહાર કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ માસ્ક પહેરી અને પોસ્ટર લઈને પ્રદૂષણ મુદ્દે નવો કાયદો લાવવા અને ચર્ચાની માગ કરી હતી. આ પહેલા 15 નવેમ્બરે શહેરી વિકાસ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય સ્થાઈ સમિતિની બેઠકમાં માત્ર 4 સાંસદો જ હાજર રહ્યા હતા. બેઠક દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણને લઈને હતી પણ દિલ્હીના ત્રણેય એમસીડીના કમિશ્નર પણ બેઠકમાં હાજર રહ્યા નહતા આ કારણે બેઠક રદ કરવી પડી હતી.

બેઠકમાં સાંસદો અને અધિકારીઓની ગેરહાજરીને લઈને ભાજપના સાંસદ અને સ્થાઈ સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલે લોકસભા અધ્યક્ષને ફરીયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. એ જોતો મંગળવારે એટલે કે આજે લોકસભામાં નિયમ 193 હેઠળ પ્રદૂષણ પર ચર્ચા થવી ઘણી મહત્વની બની જાય છે. ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને એ દિવસે સંસદીય સ્થાઈ સમિતિની બેઠકમાં હાજર રહેવાનું હતુ પણ તે ઈંદૌરમાં જલેબી ખાઈ રહ્યા હતા જેને ટ્વિવિટર પર પણ ઘણી ટીકા થઈ હતી.

મહત્વનું છે કે, કોંગ્રેસ સાંસદ મનીષ તિવારી અને બીજેડી સાંસદ આ મુદાને સદનમાં ઉઠાવશે. સોમવારે શિયાળુ સત્રના પ્રથમ દિવસે ભારતના પર્યવરણ મંત્રી ઈલેક્ટ્રીક કાર લઈને સંસદ ભવન પહોંચ્યા હતા તો કેટલાક સાંસદો સાઈકલ અને માસ્ક પહેરીને પહોંચ્યા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના સાંસદોએ એક-બીજા પર નિશાન તાક્યા હતા. કેટલાકે જલેબીનો ઉલ્લેખ કર્યો તો કેટલાકે સુપર મેન સ્પાઈડરમેનનો. ગત સપ્તાહે 4 દિવસ સુધી ઝેરીલી હવા અને સંસદીય સમિતિની બેઠકમાં પૂર્વ દિલ્હીથી સાંસદ ગૌતમ ગંભીરની ગેરહાજરીને લઈને જે રાજકીય ટકરાવ થયો તે શિયાળુ સત્રના પ્રથમ દિવસે પણ ચાલુ રહ્યો હતો.


તો બીજી તરફ આ વિવાદ અને રાજનીતિ વચ્ચે પર્યાવરણ સચિવ સી.કે.મિશ્રા એ દિલ્હી અને આસપાસના રાજયોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે, સરકારી એજન્સીઓ આગામી 15 દિવસ પ્રદૂષણ વિરુદ્દ મોટા સ્તર પર કાર્યવાહી શરુ કરશે. આ પહેલમાં ભારત સરકારની સાથે સાથે પંજાબ,દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનની સરકારો પણ સામેલ હશે. પર્યાવરણ સચિવએ સ્વિકાર્યુ કે, પ્રયત્નો છતાં પંજાબમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પરાલી સળગાવવાની ઘટનાઓમાં વધારો થયો છે, જ્યારે હરિયાણામાં થોડા ઘટાડો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]