સજ્જન કુમારે શરણે આવવા માટે વધુ સમય માગ્યો; કહ્યું, ‘મારે 6 પૌત્ર-પૌત્રીઓ છે’

નવી દિલ્હી – કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા સજ્જન કુમારને દિલ્હી હાઈ કોર્ટે 1984ના શીખ-વિરોધી રમખાણોના કેસમાં અપરાધી જાહેર કર્યા છે અને આજીવન કેદની સજા ફટકારી છે.

સજ્જન કુમારને 31 ડિસેંબર સુધીમાં શરણે આવી જવાનો કોર્ટે આદેશ આપ્યો છે.

પણ, આ અપરાધીએ શરણે આવવા માટે વધારે સમય માગ્યો છે.

એણે કહ્યું છે કે એને હજી 30 દિવસની જરૂર છે.

આ માટે એણે કારણ એવું આપ્યું છે કે એણે એમના સંતાનો તથા પૌત્ર-પૌત્રીઓને સ્થાયી કરવાના બાકી છે. એમણે કહ્યું છે કે એમને છ પૌત્ર-પૌત્રીઓ છે.

સજ્જન કુમારે શરણે આવવા માટે વધુ સમય માગતી કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોતે આટલા ઓછા સમયમાં (31 ડિસેંબર સુધીમાં) એમના પરિવારમાં પ્રોપર્ટીઓ સહિતના મામલાઓમાં ઉકેલ લાવી શકે એમ નથી.