હૈદરાબાદની યુવતીએ ફૂડ ડિલીવરીને બનાવ્યો પોતાનો વ્યવસાય

હૈદરાબાદઃ શહેરમાં સ્વિગીની એક ડિલીવરી વૂમન ચર્ચામાં છે. 20 વર્ષની આ યુવતી સામાજિક બંધનોને તોડીને ડિલીવરી વૂમન તરીકે કામ કરી રહી છે અને અન્ય યુવતીઓ માટે પ્રેરણા બની રહી છે. આ યુવતીનું નામ જનની રાવ છે અને તે હૈદરાબાદની રહેવાસી છે. મીડિયા સાથે વાત કરતા જનનીએ કહ્યું કે, 2.5 મહીના પહેલા મેં કંપની જોઈન કરી હતી. આ નોકરી ખૂબ આકર્ષક અને મજેદાર છે. હું ઘણા એવા લોકોને મળું છું જેઓ કંઈક અલગ જ પ્રકારના અને જોરદાર વ્યક્તિત્વો છે. જો તમે આ મામલે વિચારી રહ્યા હોય તો, આપના માટે આ એક અલગ અનુભવ હશે.

જનની રાવે કહ્યું કે, ગ્રાહકોની પ્રતિક્રિયા ખૂબ સરાહનીય છે. તેઓ કહે છે કે આ ફિલ્ડમાં મહિલાને કામ કરતી જોવી તે ખૂબ સારું છે. આ એક એવું કામ છે કે જેનાથી સમાજમાં મહિલાઓ માટે નથી માનવામાં આવતું. જનનીએ કહ્યું કે, કામ માત્ર કામ હોય છે. કોઈપણ કામ નાનું કે મોટું હોતું નથી. કામ તમને પૈસા આપે છે. અને આપ આને પસંદ કરો છો.

આ ફિલ્ડમાં મહિલા સુરક્ષા પર જનનીએ કહ્યું કે, જો સુરક્ષાની વાત છે તો હૈદરાબાદ મહિલાઓની સુરક્ષા મામલે રાજ્યમાં બીજું સૌથી મોટું શહેર છે. અહીંયા ડરવાની કોઈ જરુરિયાત નથી. હું લોકોને અપીલ કરું છું કે તેઓ ફીલ્ડમાં જાય અને ડર રાખ્યા વગર કામ કરે.