ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકો તો આવું નુકસાન થઇ શકે

નવી દિલ્હીઃ છેલ્લા બે સપ્તાહથી અને ખાસ કરીને ગત કેટલાક દિવસોથી દેશના વિભિન્ન વિસ્તારોમાં ઈન્ટરનેટ પર બેન છે. કાશ્મીરમાં તો 4 ઓગસ્ટના રોજ ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ હતી. દેશ જ નહી પરંતુ દુનિયાભરની સરકારે વિભિન્ન મુદ્દાઓ પર બેકાબૂ પ્રદર્શનોના કારણે હિંસાની આશંકામાં ઈન્ટરનેટ, ફોન સર્વિસ બંધ કરી દે છે જેથી અફવાઓ પર રોક લગાવી શકાય. પરંતુ, આનો ચારેય બાજુ થઈ રહેલો વિરોધ ભોગવવો પડી રહ્યો છે. ટેલિકોમ કંપનીઓને આર્થિક નુકસાન તો થાય છે પરંતુ રોજીંદા જીવનના કામો પણ પ્રભાવિત થાય છે. સરકારો ઈન્ટરનેટ સર્વિસ પર રોક લગાવવા માટે અલગ-અલગ પરિસ્થિતિઓમાં અલગ અલગ કાયદાનો સહારો લે છે. આ કાયદાઓમાં સીઆરપીસી 1973, ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1985 અને ટેમ્પરરી સસ્પેન્શન ઓફ ટેલિકોમ સર્વિસીઝ (પબ્લિક ઈમરજન્સી અને પબ્લિક સેફ્ટી) રુલ્સ, 2017 નો સમાવેશ થાય છે.

દેશમાં ઈન્ટરનેટ સર્વિસ પર અત્યારસુધીનું સૌથી વધારે લાંબું બેન જમ્મૂ-કાશ્મીરમાં લાગ્યું છે. સરકારે ગત 5 ઓગસ્ટના રોજ જમ્મૂ-કાશ્મીર માટે સંવિધાનના આર્ટિકલ 370ને નિષ્પ્રભાવી કરવાનું બિલ સંસદમાંથી પાસ કરાવ્યું હતું. આ સંવેદનશીલ મામલે ભીષણ ઉપદ્રવની આશંકા હતી એટલા માટે ત્યાં 4 ઓગસ્ટથી જ ઈન્ટરનેટ બેન કરી દેવામાં આવ્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં જ 2016 માં બીજો સૌથી મોટો બેન લગાવવામાં આવ્યો હતો.

આંકડાઓ દર્શાવે છે કે દરેક કંપનીને રોજના 1.5 કરોડ રુપિયા પ્રતિ રાજ્યના રુપથી નુકસાન થાય છે. ઓગસ્ટ 2018 માં ટેલિકોમ કંપનીઓએ કેન્દ્ર સરકાર સામે આ મામલો ઉઠાવ્યો અને વારંવાર ઈન્ટરનેટ, કોલ સર્વિસ પર બેનથી થઈ રહેલા આર્થિક નુકસાન પર ચિંતા વ્યક્ત કરી.

નાગરિકતા બિલ વિરુદ્ધ આક્રમક પ્રદર્શનના કારણે ઘણી રાજ્ય સરકારોને હિંસા પ્રભાવિત વિસ્તારમાં ઈન્ટરનેટ સર્વિસ રોકવાનો આદેશ આપવો પડ્યો છે. 13 ડિસેમ્બરના રોજ નાગરિકતા કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદથી દેશના અલગ અલગ રાજ્યોમાં તોફાનો થઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળથી લઈને કેરળ સુધી ઘણા રાજ્યોમાં વાહનોમાં આગ લગાવવામાં આવી રહી છે. સાર્વજનિક સંપત્તિઓને નુકસાન કરવામાં આવી રહ્યું છે. હિંસાત્મક પ્રદર્શનના કારણે ઉત્તર પ્રદેશના 24 જિલ્લાઓમાં ઈન્ટરનેટ પર બેન લાગુ થઈ ગયું છે જ્યારે પશ્ચિમ બંગાળના 11 જિલ્લાઓમાં ઈન્ટરનેટ બંધ છે.

 હજી 7 રાજ્યોમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રભાવિત

  • ઉત્તર પ્રદેશના કુલ 24 જિલ્લાઓમાં ઈન્ટરનેટ ઠપ્પ છે. આ જિલ્લાઓમાં આગ્રા, અલીગઢ, આઝમગઢ, બરેલી, ફિરોઝાબાદ, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુર્શિદાબાદ, મુઝફ્ફરનગર, રામપુર, સહારનપુર, સંભલ, શામલી, અમરોહા, લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, મઉ, સુલ્તાનપુર, કાનપુર અને વારાણસીનો સમાવેશ થાય છે.
  • પશ્ચિમ બંગાળના 11 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સર્વિસ પર બેન છે. આ જિલ્લાઓમાં માલદા, મુર્શિદાબાદ, હાવડા, બારાસાત, બસીરહટ, ઉત્તરી દિનાજપુર, બરુઈપુર, કેનિંગ, નાદિયા, સહિતના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે.
  • આ સીવાય કર્ણાટકના મેંગલુરુ અને દક્ષિણ કન્નડ જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બેન છે.
  • દિલ્હીના મંડી હાઉસ, સલીમપુર, જાફરાબાદ, મુસ્તફાબાદ, જામિયા નગર, શાહીન બાગ અને બવાના જેવા વિસ્તારોમાં ઈન્ટરનેટ પર બેન છે.
  • અસમના 10 જિલ્લાઓમાં પણ 11 ડિસેમ્બરથી ઈન્ટરનેટ સેવા પર રોક લાગી હતી, પરંતુ કોર્ટના આદેશ પર ત્યાં 20 ડિસેમ્બરથી આ બેન હટાવી દેવામાં આવ્યા છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]