અલગ કશ્મીરને હવા દેનારા અલગતાવાદી નેતાઓના સંતાનો વિદેશમાં સેટલ, લિસ્ટ જાહેર

જમ્મુ– જમ્મુ કશ્મીરમાં અલગાવવાદી નેતા યુવાઓને સતત ભડકાવતા રહ્યાં છે. રાજ્યમાં સ્થાનિક યુવાઓ વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવે છે તેની પાછળનું એક માત્ર કારણ અલગાવવાદી નેતાઓ છે. આ યુવાઓને ભડકાવીને દેશવિરોધી નારેબાજી કરાવે છે. પરંતુ હવે આ નેતાઓની પોલ ખુલી ગઈ છે. ગૃહ મંત્રાલયે જેના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે,કે સ્થાયી થયાં છે તેવા અલગાવવાદી નેતાઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં આસિયા અંદ્રાબીથી લઈને મીરવાઈઝ ઉમર ફારુક સુધીના તમામ નેતાઓ સામેલ છે.

અલગાવવાદી નેતાઓના બાળકોનું લિસ્ટ

  • નિસાર હુસેન (વહીદત એ ઈસ્લામી): પુત્ર અને પુત્રી ઈરાનમાં રહે છે. પુત્રી ઈરાનમાં જ નોકરી કરે છે.
  • બિલાલ લોન: સૌથી નાના દીકરી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરે છે.
  • અશરફ સહરઈ (ચેરમેન, તહરીક એ હુર્રિયત): બે પુત્ર ખાલિદ આબિદ સાઉદી અરબામાં કામ કરે છે.
  • જીએમ. ભટ્ટ (આમિર એ જમાત): પુત્ર સાઉદી અરબમાં ડોક્ટર છે.
  • આસિયા અંદ્રાબી (દુખ્તરાન એ મિલ્લત): બંન્ને પુત્રો વિદેશમાં છે. એક મલેશિયામાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યો છે.
  • મોહમ્મદ શફી રેશી (DPM): પુત્ર અમેરિકામાં પીએચડી કરી રહ્યો છે.
  • અશરફ લાયા (તહરીક એ હુર્રિયત): પુત્રી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે.
  • જહુર ગિલાની (તહરીક એ હુર્રિયત), (સૈયદ અલી શાહનો જમાઈ): પુત્ર સાઉદી અરબમાં એરલાઈન્સમાં કામ કરે છે.
  • મીરવાઈઝ ઉમર ફારુક (હુર્રિયતના ચેરમેન): બહેન અમેરિકામાં રહે છે.
  • મોહમ્મદ યુસુફ મીર (મુસ્લિમ લીગ): પુત્રી પાકિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરી રહી છે.

મહત્વનું છે કે, આ એ નેતાઓનું લિસ્ટ છે જે અલગ કશ્મીરના નામ પર ઘાટીમાં હિંસાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. યુવાઓને હિન્દુસ્તાન વિરુદ્ધ ભડકાવીને દેશવિરોધી કામો કરાવે છે.

આ લિસ્ટમાં જણાવેલા નેતાઓ માંથી હાલ કેટલાક નજરબંધ છે અથવા તો પોલીસ હિરાસતમાં છે. અમુક નેતાઓને અપવામાં આવેલી સરકારી સુરક્ષા પણ કેન્દ્ર સરકારે પરત લઈ લીધી છે.

હાલમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં જાહેરાત કરી હતી કે, મોદી સરકારે અલગાવવાદીઓને આપવામાં આવેલી સુરક્ષા પરત લઈ લીધી છે. પહેલા માત્ર દેશ વિરોધી વાતો કરવાથી સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે એવું નહીં થાય.