સરહદે સૈનિકો સાથે દશેરા ઉજવશે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ

નવી દિલ્હી- કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ આ વર્ષે દશેરાનો તહેવાર સરહદ પર સૈનિકો સાથે ઉજવશે. આ માટે રાજનાથ સિંહ 19 ઓક્ટોબર શુક્રવરેના રોજ રાજસ્થાન જશે.રાજનાથ સિંહ રાજસ્થાનના બીકાનેર પાસે ભારત-પાકિસ્તાન સરહદે જશે. અને 19 ઓક્ટોબરે દશેરાના દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) જવાનો સાથે શસ્ત્ર પૂજન પણ કરશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન બોર્ડર સિક્યોરિટી ફોર્સના આઉટપોસ્ટમાં રાત્રી રોકાણ કરશે. આ દરમિયાન પાકિસ્તાન સાથે લગતી BSFની કેટલીક સરહદ ચોકીનું નિરીક્ષણ પણ કરશે. મળતી માહિતી મુજબ આ પ્રથમ ઘટના છે જ્યારે ભારત સરકારના ઉચ્ચ સ્તરના પ્રધાનનો પ્રવાસ અહીં નક્કી કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]