ના ચાલેઃ હિન્દી ભાષાના વિવાદમાં ‘સર’ રજનીકાંતે કહી દીધું

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના એક દેશ એક ભાષાના નિવેદનને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. જાણીતા અભિનેતા કમલ હસન બાદ હવે રજનીકાંતે પણ આનો વિરોધ કર્યો છે. રજનીકાંતે કહ્યું કે હિન્દીને ન માત્ર તમિલનાડુ પરંતુ દક્ષિણ ભારતના કોઈપણ રાજ્યમાં થોપવામાં ન આવવી જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો આવું કરવામાં આવશે તો દક્ષિણ ભારતના તમામ રાજ્યો આનો વિરોધ કરશે.

અભિનયના ક્ષેત્રથી રાજનીતિમાં આવેલા રજનીકાંતે કહ્યું કે, કોમન ભાષા દેશની પ્રગતિ માટે સારી હશે પરંતુ દુર્ભાગ્યવશ ભારતમાં કોમન ભાષા નથી. હિંન્દીને જો થોપી દેવામાં આવે તો આને તમિલનાડુમાં કોઈ સ્વિકાર નહી કરે. તેમણે કહ્યું કે હિંન્દી ભાષાને થોપી દેવી ન જોઈએ. માત્ર તમિલનાડુ જ નહી પરંતુ દક્ષિણી રાજ્યોમાં ક્યાંય પણ હિંન્દી ભાષા થોપી દેવી ન જોઈએ.

રજનીકાંતે કહ્યું કે દેશની પ્રગતિ માટે એક સામાન્ય ભાષા હોઈ શકે છે પરંતુ આને જબરદસ્તી થોપવી એ વાત લોકોને સ્વીકાર્ય નથી. આપને જણાવી દઈએ કે રજનીકાંત પહેલા કમલ હસને પણ આ મામલે પહેલા ચેતવણી આપી હતી. એક વીડિયો જાહેર કરીને કમલે અપ્રત્યક્ષ રુપથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર હુમલો કરતા કહ્યું કે ભારત દેશ 1950 માં “અનેકતામાં એકતા” ના વચન સાથે ગણતંત્ર બન્યો હતો અને હવે કોઈ શાહ, સુલ્તા અથવા સમ્રાટ તેને નકારી ન શકે. અમિત શાહે હિન્દી દિવસ પર “એક રાષ્ટ્ર એક ભાષા” ની પહેલ કરી હતી.