આજે હિન્દી દિવસઃ જાણો કેટલીક મહત્વની વાતો…

નવી દિલ્હીઃ હિન્દી દિવસ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. હિન્દી ભાષા વિશ્વની પ્રાચીન, સમૃદ્ધ અને સરળ ભાષા છે. હિન્દી માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાના ઘણા દેશોમાં બોલવામાં આવે છે. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. દુનિયાની ભાષાઓનો ઈતિહાસ રાખનારી સંસ્થા એથ્નોલોગ અનુસાર હિન્દી દુનિયામાં સૌથી વધારે બોલવામાં આવનારી ત્રીજી ભાષા છે. હિન્દી ભાષા આપણને દુનિયાભરમાં સન્માન અપાવે છે. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ સંવિધાન સભાના એકમતથી નિર્ણય લેવામાં આવ્યો કે હિન્દી જ ભારતની રાજભાષા હશે. આ નિર્ણય બાદ હિન્દીને લઈને દરેક ક્ષેત્રમાં પ્રસારિત કરવા માટે રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાની અપીલ પર 1953થી આખા ભારતમાં 14 સપ્ટેમ્બરના રોજ દર વર્ષો હિન્દી દિવસ તરીકે મનાવવામાં આવે છે. આમતો ભારત ભિન્નતાઓમાં એકતા વાળો દેશ છે. અહીંયા દરેક રાજ્યની પોતાની અલગ સાંસ્કૃતિક, રાજનૈતિક અને ઐતિહાસિક ઓળખ છે. આ જ નહી પરંતુ દરેક જગ્યાએ બોલી અલગ-અલગ છે. આમ છતા પણ હિન્દી ભારતમાં સર્વાધિક બોલાતી ભાષા છે. આ જ કારણ છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દી ભાષાને જનમાનસની ભાષા કહી હતી. તેમણે 1918 માં આયોજિત હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટે કહ્યું હતું.

આઝાદી મળ્યા બાદ લાંબા વિચાર-વિમર્શ બાદ આખરે 14 સપ્ટેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં હિન્દીને રાષ્ટ્રીયભાષા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારતીય સંવિધાનના ભાગ 17ના અધ્યાયની કલમ 343(1) માં હિન્દીને રાષ્ટ્રભાષા બનવાવામાં આવ્યાના સંદર્ભમાં કંઈક આ પ્રકારે લખવામાં આવ્યું છે. “સંઘની રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી હશે. સંઘના રાજકીય પ્રયોજનો માટે પ્રયોગ થનારા અંકોનું રુપ આંતરરાષ્ટ્રીય રુપ હશે.”

જો કે હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવામાં આવી તેનાથી ઘણાબધા લોકો નાખુશ થયા, અને આનો વિરોધ કરવા લાગ્યા. આ વિરોધને લઈને બાદમાં અંગ્રેજીને પણ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો.

ભારત વર્ષો સુધી અંગ્રેજોનો ગુલામ રહ્યો, આ જ કારણે તે ગુલામીની અસર લાંબા સમય સુધી જોવા મળી. ત્યાં સુધી કે આનો પ્રભાવ ભાષામાં પણ પડ્યો. આમ તો હિન્દી દુનિયાની ચોથી એવી ભાષા છે કે જેને સૌથી વધારે લોકો બોલે છે પરંતુ આ સીવાય હિન્દીને પોતાના જ દેશમાં હીન ભાવનાથી જોવામાં આવે છે. સામાન્ય રીતે હિન્દી બોલનારા વ્યક્તિને પછાત અને અંગ્રેજીમાં પોતાની વાત કહેનારાને આધુનિક કહેવામાં આવે છે.

હિન્દી દિવસના દિવસે ઘણા કાર્યક્રમોનું આયોજન થાય છે. શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ નિબંધ સ્પર્ધા, વાદ-વિવાદ સ્પર્ધા, કવિતા પઠન, નાટક અને પ્રદર્શનિઓનું આયોજન કરવામાં આવે છે. આ સીવાય સરકારી ઓફિસોમાં હિન્દી પખવાડીયાનું આયોજન કરવામાં આવે છે. એટલે કે 14 સપ્ટેમ્બરથી આવતા 15 દિવસ સુધી સરકારી ઓફિસોમાં અલગ અલગ પ્રતિયોગિતા આયોજિત કરવામાં આવે છે. આટલું જ નહી પરંતુ વર્ષભર હિન્દીના વિકાસ માટે સારુ કામ કરનારી સરકારી ઓફિસોને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.