આ વ્યક્તિનું ઓપરેશન કરીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત, ચપ્પુ,ચમચીઓને….

નવી દિલ્હી– ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. જો તમને એવું કહેવામાં આવે કે, એક વ્યક્તિના પેટમાં લોખંડ અને સ્ટીલ અનેક ધારદાર વસ્તુઓ બહાર કાઢવામાં આવી છે, તો તમને એકવાર પણ વિશ્વાસ નહીં થાય પરંતુ આ હકીકત છે. હિમાચલ પ્રદેશના ડોક્ટરોએ લાંબા અને ખતરનાક ઓપરેશનમાં 35 વર્ષના વ્યક્તિના પેટમાંથી 2 સ્ક્રુડ્રાઈવર સહિત 13 લોખંડ-સ્ટીલની વસ્તુઓ બહાર કાઢી છે.

ઘટના હિમાચલ પ્રદેશના મંડી શહેરની છે. શહેરના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સરકારી મેડિકલ સ્કુલમાં એક વ્યક્તિને થોડા દિવસો અગાઉ ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ભર્તી દરમિયાન તેમને પેટમાંથી અસહ્ય દર્દ થઈ રહ્યું હતું, અને દર્દથી તડપી રહ્યો હતો.

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી સરકારી મેડિકલ કોલેજના ડોક્ટરોએ આ વ્યક્તિનું ઓપરેશન કર્યું અને તેમના પેટમાંથી 8 ચમચીઓ, 2 સ્ક્રુડ્રાઈવર, 2 ટૂથબ્રશ અને 1 ચાકુ બહાર નીકાળ્યું છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ અત્યાર સુધીનો દુર્લભ કેસ છે.

ઓપરેશન કરનાર ડોક્ટર નિખિલે પેટમાંથી ચાકુ સહિતની અન્ય વસ્તુઓ બહાર કાઢવા અંગે માહિતી આપતા કહ્યું કે, વ્યક્તિના પેટની અંદરની તપાસ કરતા જાણવા મળ્યું કે, કુછ સખ્ત વસ્તુઓ (ધાતુનો સામાન) પડયો હતો. ત્યાર બાદ ઓપરેશન કરીને પેટમાંથી આ સામાન બહાર કાઢવામાં આવ્યો.

ડોક્ટરે વધુમાં કહ્યું કે આ દર્દી માનસિક સમસ્યાથી પીડિત છે કારણ કે કોઈ પણ સામાન્ય માણસ ચમચી કે ચાકુ આવી રીચે પેટમાં ન રાખી શકે. આ એક અનોખો કેસ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]