કશ્મીરમાં હાઈએલર્ટઃ પેરા મિલિટ્રી ફોર્સની 100 કંપનીઓ ગોઠવાઈ

શ્રીનગર- પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા પછી જમ્મુકશ્મીરમાં હલચલ વધી છે. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુકશ્મીરમાં કેટલાય મોરચા પર તકેદારી દર્શાવીને એકતરફ આતંકવાદીઓ પર કાર્યવાહી કરવા તૈયારી કરી છે, તો બીજી તરફ સૈન્યની તાકાતમાં વધારો કર્યો છે. સૂબાને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે. સરકારની આ ગતિવિધિ દર્શાવે છે કે આવનારા દિવસોમાં જમ્મુકશ્મીરમાં કંઈક મહત્વનો ઘટનાક્રમ જોવા મળી શકે છે.

શુક્રવારે સાંજે ઘાટીમાં સક્રિય અલગતાવાદી નેતા યાસીન મલિકની અટકાયત કરવામાં આવી હતી અને જમાત એ ઈસ્લામીના અંદાજે ડઝન જેટલા નેતાઓની ધરપકડ કરાઈ છે. એકતરફ પુલવામા એટેક સાથે જોડાયેલા આતંકવાદીઓ પર ગાળિયો કસવા માટે ભરપુર પ્રયત્ન થઈ રહ્યો છે. તો બીજી તરફ 35 એ જેવા સંવેદનશીલ મુદ્દા પર સોમવારે શરૂ થઈ રહેલી સુનાવણી માટે પણ તૈયારીઓ કરાઈ રહી છે.

ફાઈલ ચિત્ર

સુપ્રીમ કોર્ટ તરફથી જો 35 એ હટાવવા અથવા તો તેમાં ફેરફાર કરવાનો આદેશ કરવામાં આવે તો કટ્ટરપંથીયો તરફથી ઘાટીમાં બબાલ થવાની શક્યતા છે. એટલા માટે સરકાર પૂર્વતૈયારીના ભાગરૂપે તેમની ધરપકડ કરવી કે તેમના પર નજર રાખવા જેવા પગલાં લઈ શકે છે.

ફાઈલ ચિત્ર

આ મુદ્દાને નજર સમક્ષ રાખતા સરકારે જમ્મુકશ્મીરમાં તાત્કાલિક અસરથી અર્ઘસૈનિક દળોની 100 વધુ કંપનીઓ ગોઠવી છે. જેમાં 45 સીઆરપીએફ, 35 બીએસએફ, 10 એસએસબી અને 10 આઈટીબીપી કંપનીઓ સામેલ છે. સામાન્ય રીતે એક કંપનીમાં સૈનિકોની સંખ્યા 80થી 150 સુધીની હોય છે.

એકતરફી ભારતે સરહદ પર પૂરા રાજ્ય પર નજર વધારી દીધી છે. તો સરહદ પાર પાકિસ્તાન પણ યુદ્ધ જેવી

ફાઈલ ચિત્ર

કાર્યવાહીથી ડર્યું છે. મીડિયા રીપોર્ટસ અનુસાર હાલમાં જ પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ એલઓસીની મુલાકાત લીધી હતી, અને સ્થિતિની સમીક્ષા કરી હતી. પાકિસ્તાનના કબજામાં રહેલા કશ્મીરના લોકોને બિનજરૂરી ઘરમાંથી બહાર નહી નિકળવા અને રાત્રે લાઈટો ચાલુ નહી રાખવા સુધીની સલાહ આપી છે. એટલું જ નહીં, પાકિસ્તાની લડાકૂ વિમાન એફ-16એસ એ ઉડાન પણ ભરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]