કેરળમાં વરસાદી આફત, અત્યારસુધીમાં 42નાં મોત, મોટી સંખ્યામાં લોકો રેસ્ક્યુ કરાયા

કોચ્ચીઃ કર્ણાટક બાદ હવે કેરળંમાં આફતનો વરસાદ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રાજ્યના ચાર જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે. ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે. ભારે વરસાદને જોતા જ રાજ્યના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને આપાતકાલીન બેઠક બોલાવી છે. બેઠકમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતી પર ચર્ચા કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગે ઈદુક્કી, મુલપ્પુરમ, કોઝીકોડ અને વાયનાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં મોટાભાગની નદીઓ અને બાંધોનું જળસ્તર વધવાથી સ્થિતી બની ગઈ છે.

કોચ્ચીના આંતરરાષ્ટ્રી એરપોર્ટ પર વિમાનોના આવનજાવન પર રવિવારના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી રોક લગાવી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પૂરનું પાણી એરપોર્ટના પાર્કિંગમાં પણ ભરાઈ ગયું છે. કેરળ રાજ્યના આપદા પ્રબંધન પ્રાધિકરણે ભારે વરસાદને જોતા 22,165 લોકોને સુરક્ષીત સ્થાનો પર પહોંચાડ્યા છે અને રાજ્યભરમાં 315 શિબિરોમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે. રાજ્યની પિનરાઈ વિજયન સરકારે રાજ્યભરની શાળાઓ માટે રજા જાહેર કરી દીધી છે.

કેરળમાં ભારે વરસાદને લઈને અત્યારસુધીમાં 42 લોકોના મોત થયા છે. મોતના વધતા આંકડાઓને જોતા મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને આપાતકાલીન બેઠક બોલાવી છે. બેઠકમાં ભારે વરસાદથી સર્જાયેલી વરસાદની સ્થિતી પર ચર્ચા કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મેપ્પડીની પાસે પુથુમાલામાં 100 થી વધારે લોકોને એનડીઆરએફ દ્વારા બચાવવામાં આવ્યા છે.

આ પહેલા ગુરુવારના રોજ ભારે વરસાદને લઈને સાવચેતીના પગલા રુપે અડધી રાત સુધી ઉડાન સંચાલનને ચાર કલાક માટે સ્થગીત કરી દેવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે પૂરના કારણે એરપોર્ટનો મોટાભાગનો વિસ્તાર જળમગ્ન બની ગયો છે. નવા નિર્દેશ અનુસાર 11 ઓગસ્ટના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી કોચ્ચી એરપોર્ટ પર તમામ વિમાન સંચાલનને રોકી દેવામાં આવ્યું છે.

કેરળમાં પૂરની સ્થિતીને લઈને અત્યારસુધીમાં 22 હજારથી વધારે લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષીત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે. પૂરને લઈને વાયનાડ જિલ્લામાં બે લોકોના મોત થયા છે. કેરળમાં કબિની ડેમનું જળસ્તર 46,000 ક્યૂસેક વધી ગયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કબિની ડેમથી 40 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે કબિની ડેમમાં 2281.5 ફૂટ પાણી છે જ્યારે તેની અધિકતમ સીમા 2284 ફૂટ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]