લોકસભાની ચૂંટણીમાં ગુજરાત : 1962 થી 2019……

ગુજરાતની 26 બેઠકો પર આમ તો મુખ્ય સ્પર્ધા ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી એવું કહેવાય છે, પણ એ જાણી લો કે 1967ની ચોથી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 24 બેઠકોમાંથી સ્વતંત્રતા પાર્ટી 12 બેઠક સાથે આગળ હતી.



1962થી 1989 સુધીની સાત લોકસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસની સીધી સ્પર્ધા સ્વતંત્રતા પાર્ટી/જનતા પાર્ટી ને અન્ય પક્ષો સામે જ હતી. ભાજપને 1984માં આખા દેશમાં જ્યારે બે બેઠકો મળી ત્યારે એમાંથી એક બેઠક ગુજરાતની મહેસાણા બેઠક હતી, જેમાં ડૉ. એ. કે. પટેલ જીત્યા હતા.

1996થી લોકસભાની છએ છ ચૂંટણીમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ સીધો મુકાબલો રહ્યો છે, એમાં પણ ભાજપ પક્ષ બધી ચૂંટણીમાં સરસાઈ મેળવતો આવ્યો છે. 2014માં તો ભાજપે તમામ 26 બેઠક મેળવની વિક્રમ સર્જ્યો હતો.

અગાઉ, 1951ની પહેલી અને 1957ની બીજી લોકસભા ચૂંટણી વખતે ગુજરાત, દ્વિભાષી મુંબઈ રાજ્યનો જ ભાગ હતું. 1960માં સ્વતંત્ર ગુજરાતની રચના થયા પછી યોજાયેલી લોકસભાની 14 ચૂંટણીઓનાં પરિણામની એક ઝલક આ રહી…