સવર્ણ અનામતઃ આજે રાજ્યસભામાં પરીક્ષા, આ છે ગણિત…

નવી દિલ્હીઃ આર્થિક રુપથી કમજોર સામાન્ય વર્ગને શિક્ષણ અને નોકરિઓમાં 10 ટકા આરક્ષણ માટે સંવિધાન સંશોધન બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. આજે આ જ મુદ્દા પર ઉચ્ચ સદન એટલે કે રાજ્યસભામાં બિલ રજૂ થઈ ગયું. સરકારની પરિક્ષા આજે ઉચ્ચ સદનમાં છે જ્યાં એનડીએનો બહુમત નથી.

રાજ્યસભામાં પોતાની રણનીતિને લઈને વિપક્ષી દળોએ સંસદ પરિસરમાં આજે એક મહત્વની બેઠક પણ કરી. ખાસ વાત એ છે કે જો આ 124માં સંવિધાન સંશોધન વિધયકને આજે રાજ્યસભામાં મંજૂરી મળી ગઈ તો રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે જ સામાન્ય વર્ગના ગરીબો માટે 10 ટકા આરક્ષણ તત્કાલ પ્રભાવથી લાગૂ થઈ જશે. આના માટે અડધાથી વધારે રાજ્યોની વિધાનસભાથી મંજૂરીની જરુરિયાત નહી રહે.

સરકારને લોકસભામાં બિલ પાસ કરવામાં કોઈ મુશ્કેલી નથી પડી. ઉપસ્થિત 326 સભ્યો પૈકી 323 સભ્યોએ બિલના સમર્થનમાં વોટ કર્યો અને માત્ર ત્રણ સભ્યોએ જ વિરોધમાં વોટ કર્યો હતો. સરકારની આજે અસલી પરિક્ષા રાજ્યસભામાં છે કારણ કે અહીંયા ઉપસ્થિત સભ્યો પૈકી બે તૃતિયાંશ સભ્યોનું સમર્થન પ્રાપ્ત કરવું સરળ નહી હોય. રાજ્યસભામાં 246 સભ્યો છે અને જો તમામ સભ્યો વોટિંગમાં ભાગ લે તો બિલ પાસ કરવા માટે 164 વોટોની જરુર પડશે. વિપક્ષ અહીંયા પોતાના દબદબાનો ઉપયોગ કરી શકે છે.

રાજ્યસભામાં કુલ 246 સદસ્યો છે. બિલને પાસ કરાવવા માટે બે તૃતિયાંશ વોટની જરુરિયાત તો છે પરંતુ સાથે જ એ પણ જરુરી છે કે વોટિંગમાં અડધા સભ્યો ઉપસ્થિત રહે એટલે કે ઓછામાં ઓછા 123 સભ્યોનું વોટિંગમાં ભાગ લેવું જરુરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]