હવે પ્લાસ્ટિકની આ 12 ચીજ પર પ્રતિબંધ લાવવાની સરકારની યોજના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નાની પ્લાસ્ટિક બોટલો, થર્મોકોલ અને સિગરેટના બટ્સ સહિત 12 વસ્તુઓ પર બેન લગાવવાની યોજના બનાવી રહી છે. આ પહેલા કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પૂર્ણ રીતે બેનની પોતાની મનોઈચ્છા જાહેર કરી દીધી હતી પરંતુ આને લાગૂ કરવા માટે કોઈ ટાઈમલાઈન નથી આપવામાં આવી. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાને મીડિયાને કહ્યું હતું કે આને ચરણબદ્ધ રીતે બેન કરવામાં આવશે. સરકારે એક લિસ્ટ તૈયાર કર્યું છે કે જેને સેન્ટ્રલ કન્ટ્રોલ બોર્ડ સામે બેન કરવા માટે રજૂ કરવામાં આવશે.

આ લિસ્ટમાં કેરી બેગ (50 માઇક્રોનથી ઓછી), ગૂંથયા વગરની કેરી બેગ (Without woven carry bags), નાની રેપિંગ-પેકિંગ ફિલ્મ, સ્ટ્રો અને દાંડી, કટલરી, ફોમવાલા કપ, બાઉલ્સ અને પ્લેટ, લેમિનેટ કરાયેલ બાઉલ્સ અને પ્લેટ, નાના પ્લાસ્ટિકના કપ અને કંટેનર (150 એમએલ અને 5 ગ્રામથી ઓછા), પ્લાસ્ટિક સ્ટિક અને ઇયર બડસ (કાન માટેના), બલૂન (ફુગ્ગા), સિગારેટના બટ્સ, ફેલાયેલ પ્લાસ્ટિક, રોડ પરના બેનર (100 માઇક્રોનથી ઓછા) સામેલ છે.

દેશની ટોપ એન્ટી પૉલ્યૂશન બોડી દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિકને 2022 સુધીમાં નાબૂદ કરવાનો એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાસ્ટિક પર્યાવરણ માટે એક ખતરારૂપ સમાન છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝને જણાવવામાં આવ્યું છે કે તેઓ આ વસ્તુઓના વિકલ્પ માટે પોતાના સૂચન આપે. 

જો કે સરકાર સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવશે તો ઘણા લોકોને પોતાની નોકરી ગુમાવવી પડે તેવી શક્યતા છે. જો કે કેન્દ્રીય મંત્રી પાસવાને આ અંગે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકના નવા વિકલ્પોના માધ્યમથી નવી નોકરીઓની તક વધશે. સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા પહેલુ પગલું 2 ઓક્ટોબરથી ઉઠાવવામાં આવશે. આ દિવસે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે.