રાફેલ ડીલ પર નવો ઘટસ્ફોટ: UPA સરકારથી સસ્તી મોદી સરકારની ડીલ

નવી દિલ્હી- રાફેલ ફાઈટર જેટના સોદામાં મોદી સરકાર પર ગોટાળાના આક્ષેપો વચ્ચે હવે નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. મોદી સરકારે કરેલી રાફેલ ડીલ કોંગ્રેસની UPA ગઠબંધન સરકારની સરખામણીમાં સસ્તી છે. એટલું જ નહીં પ્રત્યેક વિમાન પર 59 કરોડ રુપિયા બચાવવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે, દરેક રાફેલ વિમાન પર મોદી સરકારે મનમોહન સરકારની સરખામણીમાં દેશના રુપિયા 59 કરોડ બચાવ્યા છે.મળતી માહિતી અને દસ્તાવેજો પ્રમાણે મોદી સરકારે આ વિમાનની ડીલમાં દેશના પૈસા બચાવ્યા છે અને કોંગ્રેસ સરકારની સરખામણીમાં પ્રત્યેક વિમાનનો સોદો રુપિયા 59 કરોડ સસ્તો કરાયો છે. UPA સરકાર દરમિયાન 36 રાફેલ વિમાનનો સોદો રુપિયા 1.69 લાખ કરોડમાં કરાયો હતો, જ્યારે નરેન્દ્ર મોદી સરકારે આ સોદો રુપિયા 59 હજાર કરોડમાં કર્યો છે.

આ ઉપરાંત દસ્તાવેજોને આધારે આવી પણ માહિતી સામે આવી છે કે, મોદી સરકારે જે વિમાનની ડીલ કરી છે તેમાં ભારત માટે વિશેષરુપે 13 વસ્તુઓ વધારવામાં આવી છે, જે અન્ય દેશોને આપવામાં આવી નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]