મોડે મોડે જાગી યોગી સરકારઃ બળાત્કારના કેસ માટે હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ

લખનઉઃ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે મહિલાઓ તેમજ બાળકો પ્રત્યે વધી રહેલા ગુનાઓને ધ્યાને રાખતા વિશેષ તૈયારીઓ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે 33 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. આમાં બાળકો તેમજ મહિલાઓ પ્રત્યે વધી રહેલા ગુનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ મામલાઓની સુનાવણી હવે એક સ્પેશિયલ કોર્ટમાં થશે.

યૂપી કેબિનેટની બેઠકમાં 33 મહત્વના પ્રસ્તાવોને મંજૂરી મળી છે. આજે લોક ભવનમાં કેબિનેટની બેઠક બાદ પ્રદેશ સરકારના પ્રવક્તા કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ સાથે કેબિનેટ મંત્રી વ્રજેશ પાઠક અને નંદ ગોપાલ ગુપ્તા નંદીએ નિર્ણયોની જાણકારી આપી.

કેબિનેટે સોમવારના રોજ પોક્સો એક્ટ અને રેપ સાથે જોડાયેલા મામલાઓના ન્યાય માટે 2018 ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાનો પ્રસ્તાવ પાસ કર્યો. આમાં 114 કોર્ટ રેપ સાથે જોડાયેલા મામલાઓ જોશે. 74 કોર્ટ પોક્સોના મામલાઓ જોશે. આના માટે 218 જજના પદની સ્વિકૃતિ પણ થઈ ગઈ છે. કાયદા મંત્રી વ્રજેશ પાઠકે જણાવ્યું કે, પ્રદેશમાં દુષ્કર્મના 25749 મામલાઓ પેન્ડિંગ છે. આ સાથે જ પોક્સોને લઈને 74 નવી કોર્ટ બનશે. મહિલાઓને લગતા ગુનાના કેસ એફટીસીમાં ચાલશે.

મહિલાઓ માટે 218 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે. બાળકો પર અત્યાચાર કે અન્ય કોઈ તેની સાથે જોડાયેલા ગુના માટે 74 નવી કોર્ટ ખુલશે. યૂપી સરકાર દ્વારા મહિલા અને બાળકો સાથે જોડાયેલા ગુના માટે અલગ કોર્ટ બનાવવામાં આવશે. કોર્ટની જો બિલ્ડિંગ નહી હોય તો ભાડા પર પણ તેને લેવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટની કાર્યવાહી આજથી શરુ થઈ જશે. 25749 મહિલાઓના મામલાઓ માટે પણ અલગ કોર્ટ બનશે. બાળકોના મામલા માટે પણ અલગ કોર્ટ બનશે. ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે કેન્દ્ર સરકાર 60 અને ઉત્તર પ્રદેશ સરકાર 40 ટકા આર્થિક મદદ આપશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]