ગોરખપુરઃ ઓક્સીજનની ઘટથી બાળકોના મોત મામલે ડોક્ટર કફીલ નિર્દોષ જાહેર…

ગોરખપુરઃ બીઆરડી મેડીકલ કોલેજ હોસ્પિટલના સસ્પેન્ડેડ શિશુ રોગ વિશેષજ્ઞ ડોક્ટર કફીલ ખાન વિભાગીય તપાસમાં નિર્દોષ જણાયા છે. બીઆરડી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 10 ઓગસ્ટ 2017 ના રોજ ઓક્સીજનની કમીના કારણે ઘણા બાળકોના મોત થયા હતા. ડોક્ટર કફીલને લાપરવાહી, ભ્રષ્ટાચાર અને યોગ્ય રીતે કામ ન કરવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે વિભાગીત તપાસ રિપોર્ટમાં ડોક્ટર કફીલને તમામ આરોપોથી મુક્ત કરી દીધા છે. આ પહેલા ડોક્ટર કફીલ ખાન આ જ આરોપોમાં 8 મહીનાની જેલની સજા ભોગવી ચૂક્યા છે. આ તપાસ રિપોર્ટ પણ આ વર્ષે 18 એપ્રીલના રોજ આવી ગયો હતો પરંતુ ડો. કફીલને ગઈકાલે જ આપવામાં આવ્યો. ક્લીનચિટ મળ્યા બાદ ડો.કફીલે મીડિયાને જણાવ્યું કે ક્લીનચિટ મળવાથી તેઓ ખુશ છે.

મીડિયા સાથે વાતચિતમાં ડોક્ટર કફીલે કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે મને સરકારથી જ ક્લીનચિટ મળી છે. પરંતુ હવે મારા અઢી વર્ષ પાછા ન આવી શકે. ઓગસ્ટ 2017માં ગોરખપુરમાં લિકવિડ ઓક્સિજનની કમીના કારણે 70 બાળકોના મોત થયા હતા. મેં બહારથી ઓક્સિજન સિલિન્ડર મંગાવીને બાળકોના જીવ બચાવ્યા. તે સમયે મોટા અધિકારીઓ અને સ્વાસ્થ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહને બચાવવા માટે મને ફસાવવામાં આવ્યો છે. મને 9 મહીના માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં ટોયલેટમાં બંધ કરી દેવામાં આવતો હતો. જ્યારે હું જેલથી પાછો આવ્યો તો મારી નાની દિકરીએ મને ઓળખ્યો પણ નહી.મારો પરિવાર સો-સો રુપિયા માટે મહોતાજ બની ગયો હતો. કાફીલે આગળ કહ્યું કે, મારા ભાઈ પર હુમલો પણ કરાવવામાં આવ્યો. એપ્રીલ 2019 ના રોજ સરકારની તપાસ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ મને હવે આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. હું ઈચ્છું છું કે જે 70 બાળકો મર્યા, તેમને ન્યાય મળે. હું આશા રાખું છું કે યોગી સરકાર સસ્પેન્શન પાછું લેશે.

 ક્યારે શું થયું તે ઘટનાક્રમ…

  • ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં 10 ઓગસ્ટ 2017 ના રોજ ઓક્સીજનની કમીના કારણે ઘણા બાળકોના મોત થયા.
  • સમાચારપત્રો અને સોશિયલ મીડિયામાં ડો. કફીલને હીરો બતાવવામાં આવ્યા, કારણે તેમણે બહારથી ઓક્સિજન મંગાવીને ઘણા બાળકોના જીવ બચાવ્યા.
  • 22 ઓગસ્ટના રોજ ડો. કફીલને લાપરવાહીના કારણે અને તમામ ગડબડીઓના આરોપમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા
  • 2 સપ્ટેમ્બર 2017 ના રોજ ડોક્ટર કફીલને જેલ મોકલી દેવામાં આવ્યા.
  • 25 એપ્રીલ 2018 ના રોજ 8 મહીના બાદ ડો. કફીલને જમાનત મળી.
  • માર્ચ 2019 ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો કે ડો. કફીલની તપાસ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તેમને 90 દિવસની અંદર સોંપવામાં આવે.
  • આ તપાસ રિપોર્ટ 18 એપ્રીલ 2019 ના રોજ આવ્યો હતો. પરંતુ ડો. કફીલ 26 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવ્યો.