સ્માર્ટફોનની આદત છોડાવવા ગૂગલે લોન્ચ કરી આ 6 એપ્લિકેશન

નવી દિલ્હીઃ સ્માર્ટફોન અત્યારે મનુષ્યના જીવનનો એક જરુરી ભાગ બની ગયો છે. ઘણીબધી એપ્લિકેશન્સ આવવાથી યૂઝર્સ સ્માર્ટફોનનો કલાકો સુધી ઉપયોગ કરે છે અને તેમને આ વાતનો કોઈ અંદાજો પણ લાગતો નથી. ડેટા સસ્તો હોવાના કારણે ઓનલાઈન વીડિયો જોવા અને ગેમિંગનો ક્રેઝ પણ અત્યારે ખૂબ વધી ગયો છે. આનાથી સ્માર્ટફોન ઉપયોગ કરવાની લત સતત વધતી જઈ રહી છે. ગૂગલે તેજીથી વધી રહેલી આ સમસ્યાને ઓછી કરવા માટે એક પ્રયત્ન કર્યો છે. કંપનીએ આના માટે 6 એપ્લિકેશન લોન્ચ કરી છે કે જે યૂઝર્સના સ્માર્ટફોન એડિક્શનને ઓછું કરવામાં મદદ કરશે. જાણીએ આ એપ્સ વિશે વિગતવાર માહિતી. Unlock Clock: આ એપ લાઇવ વોલપેપર તરીકે કામ કરશે. યુઝર દિવસમાં કેટલી વાર ફોન અનલોક કરે છે તે વિશેની માહિતી આપશે. એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા પછી, પરંતુ તે લાઇબ્રેરીમાં લાઇવ વોલપેપર તરીકે દેખાશે.

Post Box App: આ નવી એપ્લિકેશન ટિપિકલ પોસ્ટ બોક્સની જેમ કામ કરશે. યુઝર તેની મદદથી તમામ નોટિફિકેશન નક્કી કરેલા સમયે જ જોઇ શકશે.

V Flip App: ગૂગલની નવી એપ્લિકેશન તમને ડિજિટલ દુનિયાના બદલે વાસ્તવિક દુનિયામાં વધુ સમય પસાર કરવાની પ્રેરણા આપશે.

Paper Phone App: આ એપ દ્વારા યુઝર્સ ડિજિટલ બુકલેટ સરળતાથી બનાવી શકશે. ઉપરાંત, કેલેન્ડરની માહિતી, કોન્ટેકટ અને અન્ય ઇન્ફર્મેશન સ્ટોર કરી શકશે.

Desert Island: આ એપ્લિકેશન થોડી અનોખી છે.યુઝર્સને તે મોબાઇલની ઓછામાં ઓછી એપ્લિકેશનોનો ઉપયોગ કર્યા વિના જીવવાની ચેલેન્જ આપે છે. આ એપ્લિકેશનનું લક્ષ્ય જ ટેકનોલોજી પરની આપણા અવલંબનને દૂર કરવાનું છે. આ એપ્લિકેશન દિવસ દરમિયાન યુઝર્સની દરેક પ્રવૃત્તિને મોનિટર કરે છે.

Morph App: યુઝરને આ એપ તેના લોકેશન અને સમય અનુસાર મહત્વપૂર્ણ કામપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. છે. આ એપ્લિકેશ એન્ડ્રોઇડ લોન્ચરની જેમ કાર્ય કરશે. આ સિવાય મોર્ફ એપ્લિકેશન યુઝરને કેટલીક એપની ટિપ્સ પણ આપે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]