હૈદરાબાદ નિઝામના ખજાનામાં થઈ ચોરી, સોનાના ટિફીન સહિત ચોરાઈ આ વસ્તુઓ…

હૈદરાબાદ- હૈદરાબાદ નિઝામના ખજાનાની ચર્ચા ફરી એકવાર સામે આવી છે. જોકે આ વખતે જરા જુદી રીતે ચર્ચામાં છે. નિઝામ મ્યૂઝિયમમાં રખાયેલું આ સોનાનું ટિફિન અને સોનાનો કપ સહિત અતિકીમતી વસ્તુઓની ચોરી થઈ ગઈ છે.હૈદરાબાદના મીર ચોક પોલીસ સ્ટેશનમાં મ્યૂઝિયમના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શૌકત હુસૈને ફરિયાદ નોંધાવી છે. હુસૈને કહ્યું કે જ્યારે મ્યુઝિયમ ખોલ્યું તો એક તાળું તૂટેલું હતું અને અનેક વસ્તુઓ પણ ગાયબ હતી. આ વસ્તુઓ 7માં નિઝામની હતી.

પોલિસે આ મામલે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે. ફરિયાદમાં જણાવાયાં પ્રમાણે સોમવારે જણાવાયું છે કે સંગ્રહાલયના ત્રીજા માળે આ ઘટના બની હતી. સોનાનું જે ટિફિન ચોરાયું છે તે 2 કિલો વજનનું છે. સાથે બોક્સ, હીરાપન્ના જડેવો પક તેમ જ અન્ય ઐતિહાસિક અને બહુમૂલ્ય વસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ છે. જૂની હવેલી સ્થિત નિઝામ સંગ્રહાલયની આ વસ્તુઓનું મૂલ્ય કરોડો રુપિયાનું જણાવવામાં આવી રહ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]