ગ્લોબલ હંગર ઈન્ડેક્સે આંકડા જાહેર કર્યા, જાણો ભારત કયા ક્રમાંકે…

નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર ટ્રેકિંગે ભારત મામલે ચોંકાવનારા આંકડાઓ જાહેર કર્યા છે. આ આંકડાઓ અનુસાર ભારત વિશ્વના એ 117 દેશોમાં 102 નંબર પર આવી ગયો છે કે જ્યાં બાળકોની લંબાઈ અનુસાર વજન નથી, બાળ મૃત્યુદર વધારે છે અને બાળકો કુપોષિત છે. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2019 માં કહેવામાં આવ્યું છે કે બાળકોને આ પ્રકારથી નુકસાન પહોંચવાનો આંકડો 20.8 ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં બાળકો મામલે સૌથી ખરાબ પ્રદર્શન યમન, જિબૂતી અને ભારતનું રહ્યું છે.

GHI માં કહેવામાં આવ્યું છે કે ભારતનમાં 6 થી 23 મહિના વચ્ચેની ઉંમર વાળા માત્ર 9.6 બાળકોને જ ન્યૂનતમ સ્વીકાર્ય આહાર આપવામાં આવે છે. રિપોર્ટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2016-18 વચ્ચે કરાવવામાં આવેલા એક સર્વેના આધાર પર જણાવ્યું કે ભારતમાં 35 ટકા બાળકો નાના કદના છે જ્યારે 17 ટકા બાળકો કમજોર મળી આવ્યા છે.

આ મહિનાની શરુઆતમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર વ્યાપક રાષ્ટ્રીય પોષણ સર્વેક્ષણે દેશભરમાં 19 વર્ષ સુધીના 1,12,000 બાળકોનું આંકલન કર્યું હતું જેમાં સામે આવ્યું કે કુપોષણમાં ઘટાડાના ઉપાયોમાં પ્રગતિ થઈ છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ અનુસાર વર્ષ 2016-18 માં CNNS ના આંકડાઓ અને GHI ના આંકડાઓની તુલના કરીએ તો ભારતમાં કુપોષણનું સ્તર ઓછું છે.

ગ્લોબર હંગર ઈન્ડેક્સનો અર્થ એ દેશોથી કે જ્યાં બાળકોને પૂરતું ભોજન મળતું નથી. રિપોર્ટ અનુસાર ભારત એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને GHI માં તેનું સ્થાન દક્ષિણ એશિયાના દેશોથી પણ નીચે છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાથી ભારત પાછળ છે જેમનું રેંકિંગ ક્રમશઃ 94,88,73 અને 66 છે. વર્ષ 2010 માં ભારત લિસ્ટમાં 95 મા ક્રમાંકે હતું જે વર્ષ 2019 માં ખસીને 102 નંબર પર આવી ગયું છે. વર્ષ 2000 ના 113 દેશોના લિસ્ટમાં ભારતનું સ્થાન 83 મું હતું. રેંકિંગમાં બેલારુસ, યૂક્રેન, તુર્કી, ક્યૂબા અને કુવૈત ટોપ પર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]